કોલેજમાં ગરબાની રમઝટ:ગાંધીનગરની સરકારી વાણિજય કોલેજમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી

ગાંધીનગર2 મહિનો પહેલા

ગાંધીનગરની સરકારી વાણિજય કોલેજમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના ઉપરાંત કોલેજ આસપાસના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને માં અંબાની આરાધના કરી હતી. તેમજ વિધાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

કોલેજ ઉપરાંત કોલેજ આસપાસના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ગરબા રમ્યા
સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે આજરોજ નવરાત્રી મહોત્સવ "રમઝટ 2022" નું આયોજન કરવામાં આવેલ હતું. જેનું સંચાલન પ્રો. ફાલ્ગુનીબેન મેસરવાલા તેમજ પ્રો. નિર્મિત રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવરાત્રી મહોત્સવમાં કોલેજ ઉપરાંત કોલેજ આસપાસના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને માં અંબાની આરાધના કરી હતી. આ નવરાત્રી ગરબા મહોત્સવ અંતર્ગત બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ પ્લેયર અને બેસ્ટ પ્લેબેક સિંગરના ઇનામો એનાયત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોક ઓરકેસ્ટ્રા ટીમે ગરબાની રમઝટ બોલાવી
સરકારી વાણિજ્ય કોલેજ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સાથ સહકાર મળતો હોય છે. તેમજ કોલેજના પ્રિન્સીપાલ અમિત સુતરીયા દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ નવરાત્રી મહોત્સવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોક ઓરકેસ્ટ્રા ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...