તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ગાંધીનગર મનપા વિસ્તારમાં 51 કોરોના કેસ, 6 મોત છતાં આ લોકોને ચૂંટણી લડવી છે

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 54 કેસ, 86 દિવસ પછી એક જ દિવસમાં સૌથી વધુ 9 દર્દીએ દમ તોડ્યો, વધુ 31 કોરોનામુક્ત
 • 49 દિવસમાં 1000 કેસ, જિલ્લામાં આ પહેલાં 10 ફેબ્રુઆરીએ 56 દિવસમાં 1000 કેસ થયા હતા

જિલ્લામાં ગુરુવારે કોરોનાના કુલ 54 કેસ તથા કુલ 9 મૃત્યુ થયાં છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને હવે 16 દિવસ બાકી રહ્યા છે ત્યારે મનપા વિસ્તારમાં 51 કોરોના કેસ અને 6 દર્દીનાં મોત થયાં છે.

મહત્ત્વનું છે કે અગાઉ 56 દિવસમાં 1000 કેસ થયા હતા જ્યારે નવા 1000 કેસ માત્ર 49 દિવસમાં નોંધાયા છે. 10 ફેબ્રુઆરીએ 8000 કેસ થયા હતા જ્યારે 1 એપ્રિલે વધુ 1000 સાથે નોંધાયા હતા. કુલ 9001 કેસ થયા છે. 4 ડિસેમ્બર, 2020એ 10 મોત થયાં બાદ 86 દિવસ પછી એક જ દિવસમાં વધુ 9 દર્દીનાં મોત થયાં છે. જોકે ગુરુવારે વધુ 31 દર્દી કોરોનામુક્ત થયા છે. ગાંધીનગર તાલુકાના આદરજ મોટી તથા કલોલ તાલુકામાંથી 2 કેસ નોંધાયા છે.આમ જિલ્લામાં કુલ 9001 કેસ થયાં છે.

હદ કરી નાખી... 1500થી વધુ કર્મીને એક જ સ્થળે ચૂંટણીની ટ્રેનિંગ અપાશે!
મનપા વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવા છતાં શુક્રવારે ચૂંટણી ફરજમાં રોકાયેલા 1575 સ્ટાફને એક જ સ્થળે સે-23ની કોલેજના હોલમાં ટ્રેનિંગ માટે બોલાવવાના હોવાની માહિતી મળી છે. એક જ સ્થળે 1500થી વધુ કર્મચારીઓને એકઠા કરવાની વાત સામે સવાલો ઉઠ્યા છે. અધિકારીઓમાં ચર્ચા છે કે આટલી મોટી માત્રમાં કર્મચારીઓ ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો