ભાજપના ઉમેદવારો:ભાજપની પ્રથમ યાદીમાં 30 નામ સંઘ સાથે સીધો સંબંધ ધરાવતા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દક્ષિણમાં નામો રિપીટ થયા, સૌરાષ્ટ્રમાં મોટો ઊલટફેર

ભાજપ આ યાદીમાં 30 જેટલાં ઉમેદવારો એવાં છે કે જેઓ સંઘ સાથે સીધો સંબંધ ધરાવે છે અને તેમાં પણ ઘણાં ચહેરાં હિન્દુવાદી હોવાની છાપ ધરાવે છે. ભાજપ આ ચૂંટણીમાં સમાન નાગરિક ધારા માટેની જોગવાઈ, રામ મંદિર, કશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી સહિતના મુદ્દે સોફ્ટ હિન્દુત્વનો પ્રચાર કરે છે. આ જોતાં ભાજપે આ ખૂબ મોટો દાવ હરીફ પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે ખેલ્યો છે.

ગુજરાતમાં ભાજપ ક્યારેય મુસ્લિમોને ટિકિટ આપતો નથી. દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરમાં મોટાપાયે જ્યારે સૂરતમાં બે બેઠકો પર ઉમેદવાર બદલાયા છે. આ કિસ્સામાં દેખાઈ આવે છે કે આમ આદમી પાર્ટીની ગેરંટી, મોંઘવારી જેવા કારણોસર શહેરી મતદાતાઓ જૂના ચહેરાઓને બદલે નવા ચહેરાઓ પર પસંદગી ઢોળી દે. આ કારણોસર શહેરોમાં વર્ષોથી રિપીટ થતા રહેતા ઉમેદવારો બદલાયાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જે ચહેરાઓ કપાયા છે તેની પાછળ તેમની સામે પ્રવર્તી રહેલા અણગમા અને સામે તેઓની વિવાદીત છબી કારણભૂત રહી છે.

અન્ય સમાચારો પણ છે...