તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસે 5ને રીપીટ કર્યા, 5નાં સગાંને ટિકિટ

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
દહેગામમાં ઉમેદવારો સાથે સમર્થકોની ભીડ કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી. - Divya Bhaskar
દહેગામમાં ઉમેદવારો સાથે સમર્થકોની ભીડ કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી.
 • કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાનાં છેલ્લા દિવસે મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યાં
 • કુલ 28માંથી 18 બેઠકો ઉપર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા : હવે જંગ પર મીટ

જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા વિના જ ખાનગી રાહે મેન્ડેટ આપી દીધા હતા. જેમાં કુલ 5 બેઠકો ઉપર ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે 5 બેઠકો ઉપર સગાઓને ટિકીટ આપી છે. ઉપરાંત 18 બેઠકો ઉપર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે કોંગ્રેસ પક્ષ માટે ઉમેદવારોની પસંદગી લઇને અસમંજસ જેવી સ્થિતિ બની રહી હતી. આથી ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોને મેન્ડેટ આપીને ફોર્મ ભરાયા હતા. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસે પલીયડની બેઠક ઉપર ગત ટર્મમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતકુમાર બળદેવભાઇ પટેલ, ચરાડાની બેઠક ઉપર ગત ટર્મના શિક્ષણ સમિતિના ચેરમેને કિર્તીબેન પંકજભાઇ પટેલ, ઉવારસદની સીટ ઉપર ગત ટર્મના આરોગ્ય સમિતિને ચેરમેન નરેશકુમાર કાંતિજી ઠાકોર, સૌજાની બેઠક ઉપર ગત ટર્મમાં ચુંટણી હારી ગયેલા અજીતસિંહ સુરેન્દ્રસિંહજી રાઠોડ અને રખિયાલની બેઠક ઉપર ગત ટર્મના જગતસિંહ ભવાનસિંહ ઝાલાને ટિકીટ રિપીટ કરી છે. જ્યારે બોરીસણાની બેઠકના ગત ટર્મના સદસ્યના પતિ ગણપતજી ગાભાજી ઠાકોર, બિલોદરાની બેઠક ઉપર ગત ટર્મમાં બાંધકામ સમિતિના ચેરમેનના પત્ની કૈલાસબેન ભાવિનસિંહ ઠાકોર, લોદરા સીટના ગત ટર્મના સદસ્યના પતિ કાળુસિંહ પ્રતાપસિંહ રાઠોડ, છાલા સીટના જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ શનાભાઇ પટેલ, મહુડીની બેઠકમાં વર્ષ-2010માં વિજેતા ઉમેદવારના પત્ની આશાબા ગાભુસિંહ રાઠોડને ટિકીટ આપી છે. જ્યારે બાકીની 18 બેઠકો ઉપર નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.

કલોલ પાલિકામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલે બીજાને મેન્ડેટ આપ્યો
કલોલ પાલિકામાં વોર્ડ નં-8માં જાહેર થયેલા ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવારને મેન્ડેટ અપાયો હતો. વોર્ડનં 8માં ભાજપના જાહેર કરાયેલ ઉમેદવાર શીતલબેન હાર્દિકભાઈ શેઠ અન્ય વોર્ડના રહેવાસી હોવાથી પક્ષ દ્વારા તેમના સ્થાને અમીબેન મનિષકુમાર અરબસ્તાનીને મેન્ડેડ અપાતા તેઓએ શનિવારે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.

દહેગામમાં ઉમેદવારો સાથે સમર્થકોની ભીડ કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી
દહેગામ તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો શનિવારે અંતિમ દિવસ હોવાથી તાલુકાપંચાયત કચેરી, મામલતદાર કચેરી, અને ખાસ કરીને નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટતા ભીડ જોવા મળી હતી. દહેગામ નગરપાલિકાના સાત વર્ષની 28 બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના અંતિમ દિન શનિવારે એક સાથે કેદારો અને કાર્યકરો ના ટોળા સાથે ફોર્મ ભરવા ઉમટતા પાલિકા પરિસર ઉપરાંત ફોર્મ ભરવાના ખંડમાં ભારે ભીડ થઈ હતી. અનિયંત્રિત ભીડને કાબુમાં લેવા ચૂંટણી અધિકારીએ પોલીસની મદદ લેતા પોલીસ આવ્યા બાદ ઉમેદવાર સાથે આવેલા વધારાના લોકોને ઉમેદવારી પત્ર ભરવાના ખંડમાંથી બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો