રોષ:પ્રતિજ્ઞાપત્રના વિતરણમાં મતદારોએ મોંઘવારી સહિતના પ્રશ્નો રજૂ કર્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને ‘અમારે તમારી પાર્ટીને મત આપવો નથી’ તેમ કહેતા લોકો
  • કર્મચારીઓએ ગ્રામજનોને વોટ આપવા માટે સમજાવતા રમૂજ ફેલાઇ

પહેલાં મોંઘવારી ઘટાડો પછી મત લેવા આવો તેમ લોકોએ પ્રતિજ્ઞા પત્રનું વિતરણ કરતા કર્મચારીઓને પરખાવ્યું હતું. જોકે કર્મચારીઓએ છેવટે ગ્રામજનોને સમજવ્યા કે અમે વોટ લેવા નથી આવ્યા. પરંતુ તમે વોટ આપવા જાઓ તે કહેવા આવ્યા છે. તેમ કહેતા લોકોએ જણાવ્યું કે આ ચુંટણી આવી એટલે તમે વોટ લેવા આવ્યા એવું અમે સમજ્યા હોવાનું જણાવીને હસી પડ્યા હતા.

વિધાનસભાની ચુંટણીમાં મતદારો મતદાન કરે તે માટે ચુંટણી પંચ દ્વારા મતદારોને જાગૃત્ત કરવા માટે જન જાગૃત્તિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રતિજ્ઞા પત્ર ચુંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રતિજ્ઞા પત્ર ગ્રામજનોમાં વિતરણ કરીને તેઓને મતદાન કરવા જાગૃત્ત કરવામાં આવે છે. ઉપરાંત મતદારોને કેવા કેવા પ્રકારની સુવિધાઓ ઉભી કરાઇ છે.

તેની જાણકારી પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના મતાધિકારનો ઉપયોગ મતદારો કરે તે માટે જિલ્લાના ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને વિતરણની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે પ્રતિજ્ઞા પત્ર વિતરણ કરવા જતા કર્મચારીઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. જોકે લોકોને સાચી વાત ખબર પડતા તેઓ હસી પડતા હતા. પ્રતિજ્ઞા આપવા ગયેલા કર્મચારીઓને લોકોએ પોતાની હૈયા વરાળ બહાર કાઢી હતી.

પહેલાં મોંઘવારી ઘટાડો, રોડ બન્યા નથી, નોકરી મળતી નથી તે આપો પછી મત લેવા આવો તેવો સૂર લોકોના મુખમાં નિકળ્યો હતો. જોકે છેવટે કર્મચારીઓ દ્વારા પોતે મત લેવા માટે આવ્યા નથી. પરંતુ તમે ચુંટણીમાં તમારે જે ને મત આપવો હોય તેને આપો.

પરંતુ મતદાન ફરજિયાત કરવા જણાવ્યું હતું. જોકે કર્મચારીઓની સમજાવટને પગલે ગ્રામજનોએ ફરજિયાત મતદાન કરવાની સંમતિ દર્શાવી હતી. આથી કર્મચારીઓની મતદાન જાગૃત્તિની કામગીરી સફળ થશે તેમ કર્મચારીઓને લાગી રહ્યું હતું. ગામોમાં કર્મચારીઓ વોટ આપવા માટે સમજાવવા ગયા હતા ત્યારે લોકોએ મોંઘવારીના મુદ્દે કર્મચારીઓને ઘેર્યા હતા. થોડા સમય સુધી કર્મચારીઓએ લોકોનો રોષ સહન કરવો પડ્યો હતો. પરંંત અંતે સમજાવતા કર્મચારીઓ અને લોકોમાં રમૂજ ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...