• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In The Developing Sonipur Village Of Gandhinagar, 4 Candidates Are In The Fray For The Post Of Sarpanch, Even Today There Is No City Bus Facility In The Village.

સરપંચનો સંગ્રામ:ગાંધીનગરના વિકાસશીલ સોનીપૂર ગામમાં સરપંચ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં, ગામમાં આજે પણ સીટી બસની સુવિધા નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટીએમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કચરાના નિકાલની સુવિધાનો પણ અભાવ
  • 1700 મતદારો ધરાવતા ગામમાં 90 ટકા રોડ આર.સી.સીના બની ચૂક્યા

ગાંધીનગરનાં સોનીપૂર ગામમાં આગામી 19 મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેનાં માટે સરપંચ પદ માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ત્રણ ઠાકોર સમાજ અને એક પ્રજાપતિ સમાજના ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 1700 મતદારો ધરાવતા ગામમાં 90 ટકા રોડ આર.સી.સીના બની ચૂક્યા છે. તેમજ 90 ટકા ગટર લાઈનના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક તેમજ પાણીની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગાંધીનગરના 2500ની વસ્તી ધરાવતા સોનપુર ગામમાં રોડ રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાલક્ષી વિકાસના કામો તો થયા છે. છતાં પણ ગામમાં સીટી બસ, એટીએમ સેન્ટરમાં સુવિધા તેમજ સોનીપૂર થી ક - 7 સુધીનો માર્ગ નીકળે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

સોનીપૂર ગામ અમુક સુવિધાઓથી વંચિત રહ્યું છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામના મોટાભાગના લોકો ગાંધીનગરમાં નોકરી ધંધો કરી રહ્યા છે. પરંતુ નાનકડાં ગામ સુધી હજી સીટી બસની સુવિધા ઉભી થઈ શકી નથી. ગ્રામજનોને શહેરમાં જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. જેથી આરોગ્ય લક્ષી સુવિધા માટે બાજુના રૂપાલ ગામમાં જવું પડી રહ્યું છે.

ગાંધીનગર જવા માટે સોનીપૂર થી ક - 7 સુધી રસ્તો નીકળે તો ગ્રામજનોને રાહત થઈ જાય એમ છે. જ્યારે કોલવડા આર્યુવૈદિક હોસ્પિટલ તરફનો રસ્તા માટે પણ વિવાદ ચાલી રહ્યો છે. અમારા ગામમાં એટીએમની પણ સુવિધા નથી. કચરાના નિકાલની વ્યવસ્થા ઉભી કરાય તેવી અમારી માંગણી છે. ગામમાં રેગ્યુલર સફાઈ થતી નથી. કેમ કે વેરો જ કોઈ ભરતું નથી. જે કોઈને વેરા પાવતીની જરૂર પડે એ વેરો ભરે છે. જેથી કરીને પણ આ સુવિધા મળતી નથી.

ગામના પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરે ગામની કાયાપલટ કરી નાખી હતી. લગભગ દસ વર્ષ સુધી તેઓ સરપંચ રહ્યા હતા. તેમના કાર્યકાળમાં ગામમાં ઘણા વિકાસના કામો થયા છે. મોટાભાગે ગામમાં ઠાકોર સમાજ વધુ હોવાથી દર વર્ષે ઠાકોર સમાજમાંથી જ સરપંચ ચુંટાઈ આવે છે. હવે નવા સરપંચ ગામના રસ્તા, એ.ટી.એમ, કચરાના નિકાલ સહિતની સુવિધા ઉભી કરે તેવા ઉમેદવારને જ મત આપીશું.

બીજી તરફ વર્તમાન મહિલા સરપંચ મંજુલા બેન ઠાકોરનાં સસરા અમરતજી ઠાકોરે કહ્યું કે ગામમાં આર.સી.સી ના રોડ, પેવર બ્લોક, પાણીની પાઈપ લાઈન, ગટર તેમજ રૂપાલ - સોનીપૂર તેમજ આદરજ - સોનીપૂર એમ બે ડામરના રસ્તા બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાણીનો નવો બોર, ઠાકોર - પ્રજાપતિ સમાજના સ્મશાનના વરંડા તેમજ તળાવ ફરતે સંરક્ષણ દિવાલ ઉપરાંત વર્ષો જુની ગટરની પાઈપ લાઈનનું નવીનીકરણ કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...