સરપ્રાઇઝ વિઝિટ:CM મંત્રીઓની ચેમ્બરમાં, મુલાકાતીઓને પણ મળ્યા; સામે ચાલીને મંત્રીઓની ચેમ્બરમાં ગયા હોય તેવો રાજ્યનો પ્રથમ કિસ્સો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી સરકાર રચાયા બાદ લોકોના પ્રશ્નોના ઉકેલને પ્રાથમિકતા જાહેર કરાઇ હતી. તમામ મંત્રીઓને સોમ- મંગળવારે ચેમ્બરમાં અચૂક ઉપસ્થિત રહી અરજદારો, ધારાસભ્યો અને સાંસદોને મુલાકાત આપી તેમના પ્રશ્નો સાંભળવા સૂચના અપાઇ હતી. છતાં કેટલાક મંત્રીઓ ઉપસ્થિત રહેતા નહીં હોવાની ફરિયાદો ઉઠતાં સીએમ આકસ્મિક તપાસમાં નીકળ્યા હતા.

તેઓ તમામ કેબિનેટ મંત્રીની ચેમ્બરમાં ગયા હતા. ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓની ચેમ્બરમાં ઉપસ્થિત અરજદારો સાથે પણ વાત કરી હતી. સ્વર્ણિમ સંકુલ-1ની લોબીમાં CMને ફરતા જોઇ ઉપસ્થિત અરજદારો અને મંત્રીઓનો સ્ટાફ અચંબો પામી ગયા હતા. જ્યારે એકાએક ચેમ્બરમાં મુખ્યમંત્રી પ્રવેશતાં મંત્રીઓ પણ ડઘાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...