કાર્યવાહી:શહેરમાં સ્પિડ ગન સાથેની ઇન્ટરસેપ્ટરે 12 દિવસમાં 1.14 લાખના મેમો મોકલ્યા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પિડ ગન સાથેની ઇન્ટરસેપ્ટર કારમાંથી ઓવર સ્પિડના મેમા આપવામા આવી રહ્યા છે. - Divya Bhaskar
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પિડ ગન સાથેની ઇન્ટરસેપ્ટર કારમાંથી ઓવર સ્પિડના મેમા આપવામા આવી રહ્યા છે.
  • પહોળા રસ્તા ઉપર ઓવર સ્પિડમાં વાહન દોડાવતા 57 ચાલકોને દંડ ફટકારાયો

જિલ્લા ટ્રાફિક પોલીસે સ્પિડ ગન સાથેની ઇન્ટરસેપ્ટર વૅન થકી 12 દિવસમાં 57 વાહનચાલક પાસેથી 1.14 લાખ દંડ વસૂલ્યો છે. શહેરના રસ્તા પહોળા હોવાના કારણે અકસ્માતોનું પ્રમાણ વધતાં જિલ્લા ટ્રાફિક પોલીસને ઓવર સ્પિડમાં પસાર થતાં વાહનો પર નિયંત્રણ મેળવવા કાર સાથે એટેચ સ્પિડ ગન આપવામાં આવી છે. 60 કિલોમીટરથી વધુ સ્પિડવાળી કારને મેમો ફટકારવામાં આવતાં અત્યાર સુધી 57 વાહનમાલિકોને દંડવામાં આવ્યા છે. એક કારને રૂ. 2 હજારનો મેમો ફટકારાઈ રહ્યો છે. જેને કારણે 12 દિવસમાં જ ટ્રાફિક પોલીસે 1.14 લાખનો દંડ વસૂલ કર્યો છે. ચાલક સમયમર્યાદામાં દંડની રકમ નહીં ભરે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સ્પિડ ગન દ્વારા અપાયેલો મેમો વાહનમાલિકના ઘરે જ પહોંચી જશે. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ચ અને જ રોડ ઉપર કામગીરી કરી રહી છે. તે ઉપરાંત આગામી સમયમા શાળા કોલેજની આસપાસ પણ ઇન્ટરસેપ્ટર કારને ઉભી રાખવામા આવશે અને ઓવર સ્પિડમા જતા તમામ વાહન ચાલકોની સ્પિડ વધારે હશે તો મેમો આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...