રેપ વિથ મર્ડર કેસ:રેપ વિથ મર્ડર કેસમાં આરોપીના બુટ તેમજ બાળકીના શરીર પર ચોંટેલી માટી સરખી નીકળી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં મૃતક બાળકીનાં માતા પિતા અને કલોલમાં સારવાર આપનારા તબીબની જુબાની લેવાઈ

ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં સતત બીજા દિવસે કલોલના ખાત્રજ વિસ્તારમા બનેલા રેપ વીથ મર્ડર કેસની ટ્રાયલ ચાલી હતી. 19થી 29 સુધીના સાહેદોને શનિવારે તપાસવામા આવ્યા હતા. જેમા મહત્વનો મુદ્દોએ રહ્યો હતો કે, આરોપીએ બનાવ સમયે પહેરેલા બુટની માટી અને બાળકીને મારી નાખ્યા બાદ ફેંકી દેવામા આવી હતી તે સ્થળની માટી એક જ નિકળી હતી. ત્યારે બાળકીના માતા પિતાની જુબાની પણ લેવામા આવી હતી.

આ કેસમાં શનિવારે 19થી 29 નંબર સુધીના સાહેદોને તપાસવામા આવ્યા હતા. જેમા બાળકીનુ પીએમ કરનાર તબીબ, સીસીટીવી કેમેરા અને પેન ડ્રાઇવમા મુકવામા આવેલા વિડીયો સહિત કોર્ટમાં રજૂ કરાયા બાદ તપાસવામા આવ્યા હતા.આ કમકમાટી ભર્યા કેસમાં ભોગ બનનાર બાળકીના માતા પિતાની પણ જુબાની લેવાઈ હતી. તે ઉપરાંત આરોપીની તપાસ કરનાર તબીબની પણ જુબાની લેવામા આવી હતી. જ્યારે પાંચ જેટલા સાહેદોને ડ્રોપ કરાયા હતા.

વીડીયોગ્રાફી કરનાર અને એક મહિલા કર્મચારી બિમાર હોવાના કારણે આવી શકી ન હતી. એફએસએલના કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલા રીપોર્ટ તપાસાયા હતા. સોમવારે કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલશે. જેમા આગળના સાહેદોને બોલવાશે.તેથી આગામી દિવસોમાં કેવી વિગતો બહાર આવે છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...