ચૌધરી વાસણા ગામમા રહેતા બે યુવકો સામાન્ય બાબતે ઝગડ્યા હતા. ચેક રીટર્ન કેસમા વાતચીત કરવા ભેગા થયા પછી ઉશ્કેરાઇ જતા મામલો વણસી ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેને લઇને બંને પક્ષે ચિલોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
અક્ષિતાબેન વિનોદભાઇ ઉર્ફે વીકી રામજીભાઇ ચૌધરી (રહે, વાસણા ચૌધરી)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ વિનોભાઇ અને ભાઇ વિશ્વાસ જશવંતભાઇ પટેલ (રહે, અંબાવાડા) સાથે ગાંધીનગર જવા કાર લઇને નિકળ્યા હતા. તે દરમિયાન ચૌધરી વાસણા ગામના સ્વપ્નિલ અમરતભાઇ ચૌધરીએ વિશ્વાસને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે, હુ છાલા ગામમા આવ્યો છુ, તમે આવો ચેક રીટર્નના કેસ બાબતે વાતચીત કરીએ.જેને લઇને ત્રણેય જણા છાલા ગયા હતા.
જ્યાં સ્વપ્નિલ સાથે પરેશ નાથુભાઇ ચૌધરી (છાલા) અને જૈવિક અશોકભાઇ ચૌધરી (દશેલા) પણ હાજર હતા. તે સમયે કારમાંથી ઉતરીને વીકી સ્વપ્નીલ સાથે વાતચીત કરતા હતા, દરમિયાન સ્વપ્નિલ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરી મારામારી કરવા લાગ્યો હતો. ચેક રીટર્ન બાબતે સમાધાનની વાતચીત કરવા જતાગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ સ્વપ્નિલ અમૃતભાઇ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા ગામના વિનોદ ચૌધરીના સાળા વિશ્વાસે મને ફોન કર્યો હતો અને કહયુ હતુ કે, મારા બનેવી વિરુદ્ધમા ગાંધીનગર કોર્ટમા ચેક રીટર્ન બાબતે કેસ કર્યો છે, તે બાબતે આપણે સમાધાનની વાત કરીએ, કહીને છાલા બોલાવ્યા હતા. તે સમયે હુ અને મારો ભાઇ ઋત્વિક ગામમા આવેલી જ્વેલર્સની દુકાન પાસે વાત કરવા પહોંચ્યા હતા. તે સમયે વિનોદભાઇ અને તેનો સાળો અમે વાત કરતા હતા, તે દરમિયાન કારમા બેઠેલી અક્ષિતાબેન નીચે ઉતરીને કેસ કેમ કરે છે કહી ગાળો બોલી મારામારી કરવા લાગ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.