તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્બો કારોબારી:ભાજપની કારોબારીમાં મેયર, ડે. મેયર, 2 પૂર્વ મેયરનો સમાવેશ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની 283 સભ્યોની જમ્બો કારોબારીમાં ગાંધીનગરના 8 નેતા

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરાયો છે. પ્રદેશની ટીમમાં ગાંધીનગરના 8 નેતાનો પણ સમાવેશ થયો છે. જેમાં ગુડાના પૂર્વ ચેરમેન અશોકભાઈ પુરષોત્તમભાઈ ભાવસાર, મેયર રીટાબેન કેતનકુમાર પટેલ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા તથા પ્રવીણભાઈ પટેલ(ક્વોલિટી)નો પ્રદેશ કારોબારીમાં સમાવેશ થયો છે.

આ તરફ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ મનપાની ચૂંટણીના ઉમેદવાર મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ(દાસ), પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ મકવાણા તથા ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘરનો આમંત્રિત સભ્યોમાં સમાવેશ થયો છે. જ્યારે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પંચાલનો વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કારોબારીમાં સમવાયેલા મેયર અને ડેપ્યુટી મેયર ટિકિટ આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં કપાઈ છે.

તો આ તરફ 2 પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા અને પ્રવિણ પટેલની પણ ચૂંટણી લડવાની ઈચ્છા હતી, જોકે તેમને પણ ટિકિટ મળી નથી. 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. ગાંધીનગરના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારીઓ સોંપાય તે પહેલાં તેમને કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષના સભ્યોને જીતાવડા માટે કામે લગાડી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો