તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટે ટકોર કરી:હથિયાર કેસમાં ફરિયાદી PSIને જ તપાસ સોંપવા સામે કોર્ટે ટકોર કરી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચર્ચા: પોલીસે ભાંગરો વાટ્યો કે ઈરાદાપૂર્વકનું કૃત્ય!
  • ચ-3 સર્કલ નજીકથી પકડાયેલા 6 શખસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના PIને સોંપવામાં આવી

શહેરના ચ3 સર્કલ પાસે ગત 22 મેએ પોલીસે ઘાતકી હથિયાર સાથે આવેલા 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમા કુખ્યાત બસ્તીખાન અને તેના દિકરાનો સમાવેશ થાય છે. કોર્ટ કેસ દરમિયાન હીયરીંગ દરમિયાન જજ દ્વારા તપાસ અધિકારી અને ફરિયાદી એક જ હોઈ ટકોર કરાઈ હતી.ત્યારબાદ એકા એક પોલીસે પીએસઆઇની જગ્યાએ પીઆઇને તપાસ સોપી દીધી હતી. પોલીસે ઉતાવળમા ભાગરો વાટ્યો કે ઇરાદા પૂર્વક તપાસ આપવામા આવી હતી તે ચર્ચાનો વિષય બન્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હથિયાર સાથે પકડાયેલા આરોપીઓ બાબતે ગાંધીનગર કોર્ટમા હિયરીંગ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન આ કેસમા તપાસ અધિકારી તરીકે ગાધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી.વાઘેલા દ્વારા એડીફેવીટ કરાયું હતુ. જેમા ફરિયાદી તરીકે પણ વાઘેલાને કામગીરી સોપાઈ હતી. આ બાબત જજના ધ્યાને આવતા સરકારી વકીલને આ બાબતે સુચન કર્યુ હતુ. જેમા સમર્થન આપ્યા બાદ આશ્ચર્ય વ્યક્ત કરાયુ હતુ.

જોકે જજની ટકોર બાદ પોલીસ દ્વારા તપાસ અધિકારી તરીકે ક્રાઇમ બ્રાન્ચના એચ.પી.ઝાલાને અધિકારી બનાવાયા છે. હથિયાર સાથે પકડાયેલા આરોપીઓમા એક જ ફરિયાદી અને તપાસ અધિકારી એક જ હોવાના કારણે ક્યાંક તપાસમા નુકસાન થઇ શકે તેવી ભીતિ સેવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં શરૂઆતમા જ એક આરોપીની માત્ર કાર સ્થળ ઉપર હોવાના કારણે તેને આરોપી બનાવાયો હતો, જેના જામીન મંજુર કરાયા છે. કોર્ટની ટકોર બાદ અધિકારી પણ બદલી નાખવામાં આવ્યા છે.ત્યારે આ મામલે હાલ ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...