તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં ઉનાળો:33 ડિગ્રી ગરમીમાં 2 મહિલા તાપથી ચક્કર ખાઈન પડી ગઈ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમા ગરમી વધતા લોકો મૂર્છિત થવા લાગ્યા છે, રોડ ઉપર પડી ગયેલા લોકોને ટ્રાફિક પોલીસે હોસ્પિટલ સુધી પહોંચાડવામા મદદ કરી હતી - Divya Bhaskar
શહેરમા ગરમી વધતા લોકો મૂર્છિત થવા લાગ્યા છે, રોડ ઉપર પડી ગયેલા લોકોને ટ્રાફિક પોલીસે હોસ્પિટલ સુધી પહોંચાડવામા મદદ કરી હતી
  • ગરમીના કારણે બેભાન થવાના કેસ સામે આવી રહ્યા છે
  • 2 દિવસમાં બનેલી બંને ઘટનામાં ટ્રાફિક પોલીસે ‘108’ બોલાવી મહિલાઓને સારવાર અપાવી

ચોમાસાનુ સિઝનમા ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે શહેરમા બેભાન થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસને જોઇને સામાન્ય રીતે વાહન ચાલકો રસ્તો બદલી નાખતા હોય છે. ત્યારે રોડ ઉપર ફરજ બજાવતી પોલીસે સેવાનુ કામ કર્યુ હતુ. ગરમીમા બહાર કામથી નિકળેલી મહિલાઓને ચક્કર આવતા તાત્કાલિક ટ્રાફિક પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

ચોમાસુની ઋતુ ચાલી રહી છે, પરંતુ ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. શહેરમા ભરબપોરે ઉનાળા જેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે ગરમીના કારણે મૂર્છિત થવાના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે મહિલાઓને ચાલતા જતા જ્યારે એક મહિલા ચાલુ બાઇક ઉપરથી ચક્કર આવતા પડી ગઇ હતી.

બંને બનાવમાં રોડ ઉપર ટ્રાફિક નિયમન સંભાળતા કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી સમયસર પહોંચડવામા આવ્યા હતા. શહેરના સેક્ટર 6 છાવણી પાસે એક ચાલતા જઇ રહેલા એક વૃદ્ધાને એકા એક ચક્કર આવી ગયા હતા. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, પરંતુ કોઇ સારવાર સુધી પહોંચાડવા તૈયાર થતા ન હતા. તે સમયે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પસાર થતા તેમણે 108 એમ્બ્યુલન્સને બોલાવી સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જ્યારે બીજા કિસ્સામા બીએસએનએલ કચેરી પાસે બાઇક ઉપર જઇ રહેલી મહિલા પડી ગઇ હતી. ત્યાં પણ ટ્રાફિકના કર્મચારીઓએ મહિલાને સારવાર અર્થે ખસેડવામા મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનિય છેકે, શહેરમાં વરસાદ ખેંચાતો જાય છે, ત્યારે ગરમીનો પારો વધતો જાય છે. ગુરૂવારે શહેરનુ તાપમાન લઘુત્તમ 25.0 અને મહત્તમ 33.8 નોંધાયુ હતુ. ગરમીના કારણે પણ આ પ્રકારના બનાવ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...