તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:તેલંગાણામાં 35 લાખની છેતરપિંડી કરનાર શખસ ગાંધીનગરથી ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તેલંગાણાની 35 લાખની છેતરપિંડીનો આરોપી ગાંધીનગરથી ઝડપાયો. - Divya Bhaskar
તેલંગાણાની 35 લાખની છેતરપિંડીનો આરોપી ગાંધીનગરથી ઝડપાયો.
  • ખોદકામમાં 2 કિલો સોનાની માળા મળ્યાનું કહીં બનાવટી માળા વેચી હતી

તેલંગાણાના કરીમનગર જિલ્લાની 35 લાખની છેતરપિંડીનો આરોપી ગાંધીનગરથી ઝડપાયો છે. કરીમનગરના પોલીસ અધિક્ષક રીતીરાજનો ગાંધીનગર પોલીસ પર ફોન આવ્યો હતો. જેમાં પોતાના વિસ્તારના કેશવપટનમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ઓરોપીનું લોકેશન ગાંધીનગર આવતું હોવાનું જણાવ્યું હતું. સેક્ટર-21 પીઆઈ એ. બી. ભરવાડે સર્વેલન્સ ટીમને સક્રિય કરી હતી. જેમાં સે-21 પોલીસે એલસીબીની ટેક્નિકલ ટીમની મદદથી આરોપીન ખ-5 સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો.

આરોપી ખ-6થી ખ-5 તરફ બાઈક પાછળ બેસીને જતો હતો જેને પકડીને પૂછતાં તે ગંગારામ પીરારામ (રહે-લેદરમેર, રાજસ્થાન) હોવાનું સામે આવ્યું હતું. જેણે 4 મહિના પહેલાં છેતરપિંડી કરી હતી. જેમાં તે હજુરાબાદ રહેતાં ગાંધી નામના વ્યક્તિ રમેશ પ્રજાપતિના નામે મળ્યો હતો. તેણે મહારાષ્ટ્ર મકાનના ખોદકામમાં 2 કીલોની સોનાની માળા મળી હોવાનું કહીં 50 લાખમાં વેચવાની વાત કરી અંતે 35 લાખમાં બનાવટી માળા વેચી હતી. સે-21 પોલીસે આરોપીને ઝડપી તેલંગાણા પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...