તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણી ક્રૂરતા:શેરથામાં શખ્સે નશામાં શ્વાનને માર મારતાં આંખ-પગમાં ઈજા

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૂતરાને મારવાની ના પાડતા પાડોશી શખ્સે માતા-દીકરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ગાંધીનગરના તાલુકાના શેરથામાં દારૂના નશામાં એક શખ્સ શેરીના શ્વાનને ક્રૃરતાથી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શેરથામાં રહેતાં ગીતાબેન શૈલેષભાઈ ઠાકોરે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોમવારે બપોરે 12 વાગ્યાના સુમારે તેમના ઘરની સામે રહેતાં અશોકભાઈ કાંતીજી ઠાકોર દારૂ પીને આવ્યા હતા. ગીતાબેનના ઘરની આગળ પાળેલું શેરી શ્વાન બાંધેલું હતું. અશોકે દારૂના નશામાં શ્વાનને લાકડી વડે મુઢ માર મારીને પગમાં અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. ગીતાબેન અને તેમની પુત્રીએ શ્વાનને મારવાની ના પાડતાં અશોક ઠાકોરે માતા-દીકરીને પણ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતાં અશોક ઠાકોર જતો રહ્યો હતો, જોકે તેણે ‘હવે કૂતરાને રાખશો તો અમને અહીંયા રહેવાનું ભારે પડશે’ કહીં ધમકી આપી હતી.

શ્વાનને આંખમાંથી લોહી નીકળતું હોવાથી પરિવારે એનીમલ હેલ્પલાઈનની મદદથી તેને સારવાર કરાવી હતી. જે બાદ પરિવારે સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અશોકભાઈ કાંતીજી ઠાકોર સામે પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ તથા પરિવારને ગાળો બોલીને મોતની ધમકી આપવા મુદ્દે ગુનો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...