શહેરના સેક્ટર 29 છાપરામાં રહેતા કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો. દર્શન કરવા આવેલા ભત્રીજાને તારે અહિંયા આવવાનુ નહિ, તારા પિતાને મોકલજે કહીને હુમલો કર્યા પછી પિતરાઇ ભાઇ અને જમાઇએ પણ મારામારી કરી હતી. જેને લઇ ભત્રીજાએ કાકા સહિત 3 લોકો સામે સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ચરેડી છાપરામાં રહેતા 25 વર્ષિય સેંધાભાઇ નટવરભાઇ દંતાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ઢોર ડબાની સામે આવેલા સેક્ટર 29 છાપરામાં રહેતા કાકા બળદેવભાઇના છાપરા સામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. તે સમયે કાકા કહેવા લાગ્યા હતા કે, તારે અહિંયા આવવાનુ નહિ, તારા પિતાજીને મોકલજે. જેથી ભત્રીજાએ કહ્યુ હતુ કે, મારા પિતાજી બિમાર છે. પરિણામે કાકા એકા એક ઉશ્કેરાઇ ગયા હતા. ભત્રીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. છાપરા આગળ ઝગડલ થયો હોવાથી ઘરે રહેલો જમાઇ દિનેશભાઇ આવ્યો હતો અને તેના હાથમાં રહેલુ ધારીયુ માથામાં ફટકારી દીધુ હતુ.
ત્યારબાદ પિતરાઇ ભાઇ વિજય દોડી આવ્યો હતો અને ત્રયેણ લોકોએ ભેગા મળીને ભત્રીજાને મુઢ માર માર્યો હતો. આ બનાવની જાણ ભત્રીજાની પત્નિને થતા દોડી આવી હતી અને તેના પતિને મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ માથામાંથી લોહી નિકળતુ હોવાથી ગાંધીનગર હોસ્પિટલમાં લઇ જવાયા બાદ માથાંમા ટાંકા લેવામાં આવ્યા હતા.
જેને લઇ મારામારી કરનાર 3 લોકો સામે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી. બપોરના સમયે દર્શન કરવા આવેલા ભત્રીજા પર કાકાએ હુમલો કર્યો હતો. બાદ પિતરાઇ ભાઇ, જમાઇએ પણ માર માર્યો હતો. દર્શન કરવા માટે આવેલા યુવકને તેના કાકાએ અહીં આવવું નહીં તેમ જણાવી હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.