વિવાદ:સે- 7માં સેક્શન ઓફિસર અને પ્રોજેક્ટ મેનેજરનો પરિવાર બાખડ્યો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ
  • ‘અમારા દિકરાને કેમ ધમકાવો છો ?’ કહેતા બોલાચાલી થઈ હતી

સેક્ટર 7 સરકારી ક્વોટર્સમાં ઉપર નીચે રહેતા બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઇ હતી. સેક્શન ઓફિસર અને પ્રોજેક્ટ મેનેજરના બાળકોની સામાન્ય બાબલ બોલાચાલી બાદ મારામારી સુધી પહોંચ્યા બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. પોલીસે બંનેની સામસામે ફરિયાદ લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

હિતેષ ભગુભાઇ પટેલ (રહે, સેક્ટર 7) સચિવાયલમા સેક્શન ઓફિસર તરીકે નોકરી કરે છે. ત્યારે તેમના જ ફ્લેટમા રહેતા મહેશ્વરીબેન બેંકર અને તેમના સાસુ ભાનુબેન બેંકર મારા ઘરે આવીને કહેવા લાગ્યા હતા કે, અમારા દિકરાને કેમ ધમકાવો છો ? તે સમયે કોઇએ ધમકાવ્યો નથી, કહેવામા આવતા પુત્રવધુ અને સાસુ બંને ઝપાઝપી કરવા લાગ્યા હતા, જેથી મે યુવકે પ્રતિકાર કર્યો હતો અને કહેતા ગયા હતા કે, હવે પછી જો ધમકાવશો તો પગ ભાંગી નાખીશુ. જેને લઇને સેક્શન ઓફિસરે સાસુ અને પુત્રવધુ સામે ગુનો નોંધાવ્યો હતો.

બીજી તરફ મહેશ્વરીબેન બિંદેશકુમાર બેંકરે (રહે, સેક્ટર 7)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ અને મારા સાસુ ઘરે હાજર હતા, તે દરમિયાન હિતેશભાઇ પટેલ મારા દિકરાને મારા ઘરનો બેલ કેમ મારે છે કહીને અવાર નવાર ધમકાવતા હોય છે. જ્યારે તમામ બાળકો ફ્લેટમા રમતા હોય છે.

તેવા સમયે મારા દિકરાએ મને કહ્યુ હતુ કે, હિતેશભાઇ મને ધમકાવતા હતા. જેને લઇને હુ અને મારા સાસુ આ બાબતે વાત કરવા તેમના ઘરે ગયા હતા. તેમના ઘરે જઇને મારા દિકરાને કેમ ધમકાવો છો ? કહેતા ઉશ્કેરાઇ ગયા હતા અને તારા દિકરાને સમજાવી દે જે કહીને ગાળો બોલવા લાગતા અમે ના પાડતા મારા વાળ ખેંચી ઝપાઝપી કરતા તેમની સામે સેક્ટર 7 પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...