શહેરના સેક્ટર 3એમા પડોશમા રહેતી મહિલાએ અઢી મહિના પહેલા પડોશી તેમના કુતરાને લઇને નિકળતા હતા. તે સમયે બાજુવાળાના ઘર સામે કુતરાને પેશાબ કરાવતા હતા. તે સમયે તેમણે કુતરાને તેમના ઘર સામે પેશાબ નહિ કરાવવા કહેતા બબાલ કરી હતી. જેની અદાવત રાખતા ફરીથી વૃદ્ધાને ગાળો બોલી બબાલ કરતા મહિલા સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
65 વર્ષિય શાંતાબેન જગદીશભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, અઢી મહિના પહેલા મારી બાજુમા રહેતા રીટાબેન હસમુખભાઇ પરમાર (રહે, સેક્ટર 3એ)નો પુત્ર મયંક તેના ઘરે રહેલા પાલતુ કુતરાને લઇને ફરવા નિકળતો હતો. તે દરમિયાન તેને મારા ઘર સામે પેશાબ કરાવતો હતો. જેને લઇને મારા પતિએ ઘર સામે પેશાબ કરાવવાની ના પાડતા બોલાચાલી થઇ હતી.
પરંતુ બાજુમા રહેતા હોવાથી ફરિયાદ કરી ન હતી.આ બાબતની અદાવત રાખીને વૃદ્ધ દંપતિ જ્યારે ઘરની બહાર નીકળે તે સમયે મહિલા ગાળા ગાળી કરતી હતી. પરંતુ દંપતિ દુર રહેતુ હતુ. જ્યારે તાજેતરમા વૃદ્ધા શોપિંગ કરીને ઘરે આવી હતી. તે સમયે રીટાબેન ઉશ્કેરાઇ ગયા હતા તેમજ મારી નાખવાની ધમકી આપી મારવા પાછળ દોડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.