દબાણો દૂર કરવાની કામગીરી:સે-21માં ગેરકાયદે ઊભા થયેલા રાખડીને 3 મંડપ સહિતનાં દબાણો હટાવાયાં

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સે.21 ખાતે રાખડી વેચાણ માટે ઉભા થઈ ગયેલા ગેરકાયદે સ્ટોલ દૂર કરાયા. - Divya Bhaskar
સે.21 ખાતે રાખડી વેચાણ માટે ઉભા થઈ ગયેલા ગેરકાયદે સ્ટોલ દૂર કરાયા.
  • તહેવારોમાં મંજૂરી વિના વેપારીઓ દ્વારા ઊભા કરાયેલા ફરસાણ-મીઠાઈ, ખાણીપીણીનાં મોટાં દબાણો હટાવાશે?

કોર્પોરેશન દ્વારા સેક્ટર-21માં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રક્ષાબંધનને લઈને શહેરમાં વિવિધ સ્થળોએ પાથરણ તેમજ નાના મોટા સ્ટોલ ઉભા થઈ જતાં હોય છે. સેક્ટર-21 ડિસ્ટ્રીક શોપિંગ સેન્ટર ખાતે રાખડીઓના 3 મોટા મંડપ વેપારીઓ દ્વારા મંજૂરી વગર બાંધી દેવાયા હતા. જેને પગલે બિન અધિકૃત સ્ટોલ મનપાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ ટ્રાફીકને અડચણરૂમ દબાણો પણ પણ તંત્ર દ્વારા દૂર કરાયા હતા. શહેરના હાર્દ સમા ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટરમાં દરરોજ હજારોની સંખ્યામાં નાગરિકો ખરીદી માટે આવે છે.

ત્યારે પાથરણા-લારીઓના દબાણોને પગલે અહીં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉદભવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અહીં છાશવારે દબાણ ઝુંબેશ હાથ ધરવા છતાં થોડા દિવસમાં પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. દબાણ શાખા દ્વારા ગેરકાયદેસ ઉભા થયેલા મંડળ દૂર કર્યા છે, ત્યારે હવે તહેવાણ ટાણે શહેરના મોટા વેપારીઓ દ્વારા દુકાનોની બહાર મંજૂરી વગર બાંધી દેવાતા મંડપો હટાવાશે કે નહીં તે એક સવાલ છે.

સેક્ટર-7 શોપિંગ, સેક્ટર-21, સેક્ટર-22 સહિત કોઈ વિસ્તાર બાકી નહીં હોય જ્યાં તહેવાર ટાણે ફરસાણ-મીઠાઈ, નાસ્તાની દુકાનો ચલાવતા વેપારીઓ દ્વારા મંડળ તાણી બંધાતા ન હોય. ત્યારે દબાણ શાખા આ દિશામાં શું પગલાં લેશે તે જોવાનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...