ફરિયાદ:સરગાસણમા નજીવી બાબતે યુવકને લાકડી અને પાવડો માર્યો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠક્કર ફાર્મ પાસેથી યુવક આવતો ત્યારે 3 લોકોએ ફટકાર્યો
  • ​​​​​​​3 લોકો સામે ​​​​​​​ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ

સરગાસણમા આવેલા ઠક્કર ફાર્મ પાસે બાંધકામ સાઇટ ઉપર કામ કરતા એક યુવકને ગામના 3 લોકોએ લાકડીના ડંડા અને પાવડાથી માર્યો હતો. જેમા યુવકને ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે લઇ ગયા પછી માથામા ત્રણ ટાંકા લીધા હતા. આ બનાવને લઇને બાંધકામ સાઇટ ઉપર કામ કરતા યુવકને 3 લોકો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ કરી હતી.

મળતી માહિતી મુજબ મીત કલ્પેશભાઇ વ્યાસ (રહે, નવા નરોડા) સરગાસણમા ચાલતી શ્યામ હાઇટ્સ ઉપર નોકરી કરે છે. ત્યારે સાંજના સમયે યુવક બાજુમા આવેલા પાનના ગલ્લા ઉપર માવો લેવા ગયો હતો. પરંતુ સોપારી નહિ હોવાથી પાછો આવી રહ્યો હતો. તે દરમિયાન ઠક્કર ફાર્મ પાસેથી બાઇક લઇને પરત સાઇડ ઉપર જઇ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતી એક ફોર વ્હીલ ગાડીવાળાએ તેની કારને રોકી હતી. યુવક કાંઇ સમજે તે પહેલા કારમાંથી એક ઇસમ ડંડો લઇને બહાર આવ્યો હતો, જે મારવા જતા યુવકે પકડી લીધો હતો.

જ્યારે યુવક ત્યાંથી દુર જતા તેને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારપછી સાઇડ ઉપર ગયા બાદ કારવાળો યુવક અને બીજો યુવક આવ્યો હતો અને ડંડા લઇને આવી મારવા આવ્યા હતા. જેમા એક ઇસમે માથામાં ડંડો મારતા લોહી નિકળવા લાગ્યુ હતુ. જ્યારે ત્રીજા એક ઇસમે બંને લોકોનો પક્ષ લઇને હાથમા પાવડો લઇને આવી પગ ઉપર ફટકારી દીધો હતો. આ જોઇને સાઇડના લોકો એકઠા થઇ ગયા હતા ત્રણે લોકો જશપાલસિંહ, અનિલસિંહ અને નરેશસિંહ (તમામ રહે, સરગાસણ) ભાગી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સાથી કર્મચારી દ્વારા ખાનગી હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયો હતો. આ બનાવને લઇને 3 લોકો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...