તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સરઢવ ગામમાં ઢોર બાંધવાના વાડામાંથી દારૂનો જથ્થો ઝબ્બે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 નંગ ક્વાર્ટર ભરેલી પેટી મળી આવી

ગાંધીનગર તાલુકાના સરઢવ ગામે ઢોર બાંધવાના વાડામાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પેથાપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે સરઢવ ગામને સુથારની ખડકી પાસે આવેલા વાડામાં ચેકિંગ કર્યું હતું. એક ટેમ્પા નીચેથી 180 મીલીના 36 નંગ ક્વાટર ભરેલી પેટી મળી આવી હતી. પોલીસે પાસે રહેલાં ઘરમાં જઈને પૂછપરછ કરતાં નરેશ ઉર્ફે પીન્ટુ ગોપાલભાઈ પટેલ (29 વર્ષ) મળી આવ્યો હતો. દારૂ અંગે પૂછતાં નરેશ તથા સરઢવનો વિશાલ દિલીપભાઈ દિક્ષીત (29 વર્ષ, દિક્ષીતનું ડેરૂ) બંને મળીને ઈકો ગાડીમાં પેથાપુર ખાતેથી ગોકુલસિંહ નામના શખ્સ પાસે દારૂ લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

GJ-18-BM-0343ની ઈકો ગાડીન માલિક અંગે પૂછતાં સરઢવના ગાંચીવાસમાં રહેતાં હેમલ અશોકભાઈ પટેલ (27 વર્ષ)ની હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે 4140ની કિંમતનો દારૂ, 10 હજારના બે ફોન અને ઈકો ગાડી મળી કુલ 2,14,140ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ લાવનાર નરેશ અને વિશાલ તથા દારૂ આપનાર ગોપલસિંહ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પેથાપુર પોલીસ ઈકો ગાડીના માલિક એવા યુવક હેમલ પટેલ પાસે પહોંચી ત્યારે તે દારૂ પીધેલીમાં હાલતમાં મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે આરોપી સામે અલગથી પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...