સેક્ટર-7 શ્યામજી કૃષ્ણવર્મા પાર્ક ખાતે બોર લીકેજ અને સ્ટ્રીટ લાઈટનો વાયર બહારથી હોવાથી બાળક પર જીવનો જોખમ ઉભુ થયું હતું. લીકેજ પાણી અને ખુલ્લા વાયરને પગલે ત્યાં રમતા બાળકને કરંટ લાગ્યો હતો. જોકે સદનસીબે બાળકને વધુ કરંટ ન લાગતા પરિવાર અને સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો.
સેક્ટર-7 ખાતે જૂના સરકારી મકાનો તોડીને બે વર્ષ પહેલાં જ હાઈરાઈઝ આવાસ બાંધવામાં આવ્યા છે. જ્યાં હાલ અંદાજે 400 જેટલા પરિવારો રહે છે, ત્યારે અહીં પાણી માટે નાખવામાં આવેલો બોરમાં છેલ્લા કેટલાક દિવસોથી લીકેજની સમસ્યા સર્જાઈ છે. જેને પગલે દરરોજ અહીં પાણીનો બગાડ થવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જોકે આ બધા વચ્ચે તાજેતરમાં અહીં એક બાળકનો જીવ જતાં રહી ગયો હતો. એક તરફ પાણીનું લીકેજ અને બીજી તરફ સ્ટ્રીટલાઈટનો વાયર ખુલ્લો રહેતાં કરંટ પસાર થઈ રહ્યો હતો.
આ સમયે ત્યાં રમી રહેલો એક બાળક અહીં રમતાં-રમતાં પાણી પાસે જતાં તેને કરંટ લાગ્યો હતો. બુમાબુમ થતાં દોડી આવેલા પરિવાર સહિતના લોકોએ બાળકને ડોક્ટર પાસે લઈ જતાં કઈ વધારે ન થયું હોવાનું સામે આવતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.