વિવાદ:સે-3માં યુવકને ગાળો બોલવાની ના પાડતાં મહિલાને માર માર્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઇના મિત્રે ઘરે આવી ગાળો બોલતા બહેને તેને ઠપકો આપતા માતા તેમજ બહેનને ફટકારી હોવાની ફરિયાદ

ગાંધીનગર સેક્ટર 3 ન્યૂમા એક યુવક એક્ટિવા લઇને આવીને એક યુવકના ઘર બહાર ગાળો બોલી રહ્યો હતો. તે સમયે ઘરમાં રહેલી યુવતીએ બહાર આવીને ગાળો બોલવાની ના પાડતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલતા બોલતા પત્થર મારો કર્યો હતો. યુવતીની માતા સાથે પણ મારામારી કરતા સે- 7 પોલીસ મથકમા 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ નિલમ ડાહ્યાભાઇ પરમાર (રહે, સેક્ટર 3 ન્યૂ, ગાંધીનગર)એ ફરિયાદ લખાવી હતી કે, ગઇકાલ રવિવારે મોડીરાત્રે મારા ભાઇનો મિત્ર વિરલ શ્રીમાળી પોતાનુ એક્ટિવા લઇને ઘરે આવ્યો હતો અને ઘર બહાર ઉભા રહેવાની સાથે જ તેના મિત્રને ગાળો બોલવાનુ શરૂ કર્યુ હતુ.

દરમિયાન આ બાબતને લઈને ઘરમાંથી નિલમ બહાર આવી હતી અને ગાળો નહિ બોલવાનુ જણાવ્યુ હતુ. તે સમયે તેણે ઘર બહાર પડેલી કારના કાચ ઉપર પત્થર મારી કાચ તોડી નાખ્યો હતો. પરિણામે નિલમ અને તેની મમ્મી ઘર બહાર નિકળીને ગાળો નહિ બોલવાનુ સમજાવતા નિલમની મમ્મીને ગાળો બોલી હતી.

બબાલના કારણે લોકો એકઠા થતા વિરલના મમ્મી રંજનબેન અને પપ્પા જશવંતભાઇ દિકરાનો પક્ષ લેતા કુદી પડયા હતા. જેમા નિલમને ધક્કો મારી પાડી દીધી હતી અને તેના મમ્મીએ તે એક્ટિવાની ચાવી કેમ લઇ લીધી, તારા બાપની એક્ટિવા છે ? તેમ કહી ગાળો બોલી હતી.

જ્યારે ત્રણેય માતા, પિતા અને દિકરાએ ઘરમા એકલી રહેલી યુવતીને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેને લઇને યુવતિએ ત્રણેય લોકો સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.આ બનાવથી ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...