દેશી પદ્ધતિથી પ્રચાર:ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે પ્રચાર માટે જાદુગરો ઉતાર્યા

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ટેક્નોલોજીની સાથે દેશી પદ્ધતિથી પ્રચાર

ચૂંટણી વખતે પ્રચાર કરવાના નીતનવા નુસખા રાજકીય પક્ષો અજમાવતા હોય છે, ભાજપે ફલેશ મોબ, યુથ વિથ નમો બેન્ડ સહિતના માધ્યમ સાથે પ્રચાર કરી રહ્યું છે, તો કોંગ્રેસ નુક્કડ નાટકો દ્વારા કોંગ્રેસના કામ બોલે છે તેનો પ્રચાર કરી રહ્યું છે.

ગ્રામ્ય સ્તરમાં કોંગ્રેસ પ્રભાવિત હોવાથી ભાજપે ગ્રામ્ય નાગરિકોને પસંદ એવા જાદુગરોને મેદાનમાં ઉતાર્યા છે. આ જાદુગરો દરેક ગામડામાં જઇને જાદુના ખેલ દેખાડે છે, સાથે ભાજપની વિકાસની વાતો કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભાજપે ગ્રામ્ય સ્તરે જાદૂગરોનો ઉપયોગ કર્યો હતો.

ભાજપ અને કોંગ્રેસે પ્રચારમાં ટેકનોલોજીનો ઉપયોગ તો કરી રહ્યા છે,આ સાથે જુની પદ્ધતિઓને પણ અપનાવીને પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. ભાજપે ગ્રામ્ય સ્તરના મતદારોને આકર્ષવા માટે જાદુગરોને ગામડાઓમાં પ્રચાર કરવા માટે મોકલ્યા છે. જાદુઇ ખેલની સાથે જ વિકાસની વાતને વણી લેવામાં આવી છે. પાણીના ખેલ દેખાડીને ગુજરાતમાં પીવાના પાણીની તંગી નથી તેવી વાત કરે છે, તો આગનો શો દેખાડીને સલામતીની વાત કરે છે. દરેક જાદુના ખેલ પાછળ ભાજપના વિકાસની વાતને વણી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...