માથાકૂટ:રૂપાલમાં કાકાએ ઉશ્કેરાઇ ભત્રીજાને દાંતી મારી દીધી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન બાબતે માથાકૂટ થઇ હતી

રૂપાલ ગામમાં રહેતા યુવકને તેના સગા કાકાએ માથામાં દાંતી મારી દીધી હતી. કાકા સહિયારી જમીનમાં એક ઓરડી બનાવી રહ્યા હતા. જેથી ભત્રીજાએ સહિયારી જમીનમાં કેમ ઓરડી બનાવો છો ? તેવો સવાલ કરતા કાકા ઉશ્કેરાઇ ગયા હતા અને સીધી જ માથામા દાંતી મારી દીધી હતી. ત્યારબાદ કાકાના પુત્રો આવતા તેમણે પણ મારામારી કરી હતી. જેથી કાકા અને તેમના પુત્રો સામે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

રોહિત માનસિંગભાઇ દંતાણી (રહે, રુપાલ, ગાંધીનગર) પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ત્યારે ગત રોજ સોમવારે સાંજના સમયે તેની ઉંટ લારીમા ઘાસચારો લઇને આવી રહ્યો હતો. તે દરમિયાન ગામના વિસત માતાના મંદિર પાસે આવેલી સહિયારી જમીનમા કાકા બૈજુભાઇ ડાહ્યાભાઇ દંતાણી એક ઓરડી બનાવતા હતા. તે સમયે તેમના 3 પુત્રો રોહિત, મિન્ટુ અને પ્રવિણ ઉર્ફે લાલાભાઇ પણ હાજર હતા. તે સમયે સહિયારી જમીનમા કેમ ઓરડી બનાવો છો પૂછતા કાકા ઉશ્કેરાઇ ગયા હતા અને તેમના હાથમા રહેલી દાંતી ભત્રીજાને માથામા મારી દીધી હતી. તે સમયે કાકાના ત્રણ દિકરા પણ મારામારી કરવા લાગી ગયા હતા. મારામારીથી હોબાળો થતા ઇજાગ્રસ્ત રોહિતનો દિકરો રાહુલ સહિત આસપાસમાંથી દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...