તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રામપુરામાં માત્ર સાડા ત્રણ મહિનામાં જ પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસા તાલુકાનું ગામ જિલ્લાનું પ્રથમ ગામ બન્યું : 33.78 ટકા લોકોએ બીજા ડોઝ લીધો
  • સરપંચ અને તેમના પતિએ સામૂહિક અને વ્યક્તિગત બેઠકો કરી લોકોને રસી લેવા સમજાવ્યા

માણસા તાલુકાના રામપુરા ગામમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. 100 ટકા રસીકરણ થયું હોય, તેવા જિલ્લાનું પ્રથમ ગામ રામપુરામાં બીજા ડોઝની ટકાવારી પણ 33.78 ટકા છે. ગામમાં 21 માર્ચથી રસીકરણની કામગીરી શરૂ થઈ હતી અને 4 જુલાઈએ એટલે કે માત્ર સાડા ત્રણ મહિનામાં જ 100 ટકા રસીકરણ પૂરું થયું છે. આ માટે ગામના સરપંચ અને તેમના પતિએ સામૂહિક અને વ્યક્તિગત બેઠકો કરીને લોકોને રસી લેવા સમજાવ્યા હતા.

શરૂઆતમાં ગામમાં રસીકરણને સારો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ખોટા મેસેજને કારણે અમુક સમાજના લોકોમાં રસી પ્રત્યે અંધશ્રદ્ધા ફેલાઈ હતી અને રસી લેવાનો ઇનકાર કરતા હતા. જોકે ગામના સરપંચ ભગવતીબહેન અને તેમના પતિ પ્રવીણભાઈ પટેલે લોકોને મળીને રસી લેવાના ફાયદાની જાણકારી આપીને લોકોને રસી લેવડાવી હતી. ઉપરાંત ખેતરમાં મજૂરીકામ કરતા શ્રમજીવી પરિવારના 18 વર્ષથી મોટી ઉંમરના સભ્યોને પણ રસી અપાવી હતી.

આશાવર્કરોથી ન સમજે તેની યાદી બનાવાતી હતી
ગામના અમુક સમાજમાં એવી અંધશ્રદ્ધા હતી કે રસી લેવાથી માત્ર 6 માસમાં મરી જવાશે. આવી ગેરમાન્યતા દૂર કરવા સરપંચે જે-તે સમાજના અગ્રણીઓને સાથે રાખીને સમજાવાયા હતા. ઉપરાંત સમાજના અગ્રણીઓને વેક્સિન આપીને અન્યને રસી લેવડાવી હોવાનું સરપંચના પતિ પ્રવિણભાઇ પટેલે જણાવ્યું છે.

આશાવર્કરોથી ન સમજે તેની યાદી બનાવાઈ હતી
ગામની જે વ્યક્તિઓ રસી લેવા તૈયાર થાય નહી તેને પ્રથમ આશાવર્કરો સમજાવતી હતી. તેમ છતાં ન માને તો તેઓની યાદી બનાવીને તે સરપંચને આપવામાં આવતી હતી. ત્યાર બાદ સરપંચ અને ગામના અગ્રણીઓની સાથે બેઠક કરીને આવી વ્યક્તિઓને સમજાવવામાં આવતી હતી.

ગામની 1343એ પ્રથમ અને 456એ બીજો ડોઝ લીધો
ગામની 18 વર્ષથી મોટી ઉંમરની કુલ 1350ની વસ્તી છે. જ્યારે તેમાંથી પ્રથમ ડોઝ 1343 અને બીજો ડોઝ 456 વ્યક્તિઓએ કર્યું છે. ઉપરાંત બાકી રહેલી વ્યક્તિઓમાં આગામી સમયમાં વેક્સિનો પ્રથમ ડોઝ અપાશે. જોકે રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે દિવસો વધારાતા બીજા ડોઝની કામગીરી ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...