તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રાયપુરમાં રસ્તામાં પડેલી રિક્ષા બાબતે બબાલ થઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે બનેલી ઘટનામાં સમાધાન બાદ બીજા દિવસે માણસો સાથે તૂટી પડતાં ગુનો નોંધાયો
  • પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

રાયપુર ગામમા રસ્તામા પડેલી રીક્ષા હટાવવાનુ કહેતા રીક્ષા માલિક દ્વારા અદાવત રાખી માર મારવામા આવ્યો હતો. બીજી તરફ રીક્ષા ચાલક દ્વારા રીક્ષા મારી છે અને હટાવી લઉ છુ કહ્યા બાદ ગાળા ગાળી કરવામા આવી હોવાની સામસામી ફરિયાદ ડભોડા પોલીસ મથકમાં નોંધાવા પામી છે. પોલીસે સામ સામી ફરિયાદ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ 44 વર્ષિય શિલ્પાબેન નરેશભાઇ પટેલ (રહે, સ્વામીનારાયણ મંદિર પાસે, રાયપુર ગાંધીનગર) ફરિયાદ નોંધાવી હતી કે, અમારા મકાનના ઉપરના માળે ડૉ. મનિષા કાતરિયાનુ દવાખાનુ આવ્યુ છે. ત્યારે મારા પતિ રાત્રે 8 વાગ્યાના અરસામા બહારથી ઘરે આવ્યા હતા. તે દરમિયાન રોડ પાસે ઉભા રહીને પૂછ્યુ હતુ કે, ઘર આગળ પડેલી રીક્ષા કોની છે ? ડૉક્ટરના ત્યાં સારવાર કરાવવા આવેલા યોગેશ જગદીશ ડાભીએ કહ્યુ હતુ કે, રીક્ષા મુકી હુ દવા લેવા આવ્યો છુ. તે સમયે નરેશભાઇએ કહ્યુ હતુ કે પછી હટાવી લેવાનુ કહેતા યોગેશ ઉશ્કેરાઇ ગયો હતો અને અમે રસ્તામાં રીક્ષા મુકી છે, તમારે શુ થાય છે કહી ગાળો બોલી હતી. પરંતુ ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઇ ગયુ હતુ.

બીજા દિવસે સવારના 11 વાગ્યાના અરસામા નરેશભાઇને ગામના બળિયાદેવના મંદિર પાસે યોગેશ જગદીશ ડાભી, જીગર ઉર્ફે ભયો રણછોડ ડાભી, ભૂરો લક્ષ્મણ ડાભી અને કેવલ ઉર્ફે ગડો કાળા ચૂના ડાભીએ નરેશભાઇને હાથમાં અને બરડાના ભાગે ધોકો માર્યો હતો. નરેશભાઇ ભાગી જતા આરોપીઓ ઘરે ગયા હતા અને હાથમાં લાકડાના ધોકા લઇને આવી ગાળો બોલી હતી. નરેશભાઇના પિતાએ ગાળ બોલવાની ના પાડતા બળદેવ ગોવિંદ ડાભીએ લાફો ઝીંકી દીધો હતો. તે દરમિયાન ઝપાઝપી થતા શિલ્પાબેનના ગળામાં પહેરેલુ મંગળસૂત્ર તુટી ખોવાઇ ગયુ હતુ. શિલ્પાબેને તમામ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

સામે પક્ષે યોગેશ જગદીશ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારી રીક્ષામાં બાજુમા રહેતા બેનને ડૉક્ટરને ત્યાં લઇ ગયો હતો, દરમિયાન નરેશ પટેલ આવ્યા હતા અને કહ્યુ હતુ કે, રીક્ષા રસ્તા વચ્ચે કોણે મુકી છે કહી ગાળો બોલી હતી. ત્યારે હુ દવાખાનામાંથી નીચે ગયો હતો અને કહ્યુ હતુ કે હુ લઇ લઉ છુ કહેતા ઉશ્કેરાઇ ગયા હતા અને મારામારી કરવા લાગ્યા હતા.

બાદમા સવારે બળિયાદેવ મંદિર પાસે નરેશભાઇ બાઇક લઇ આવ્યા હતા અને રાતની ઘટનામા અદાવત રાખી ગાળો બોલી ધમકી આપી હતી કે મારૂ નામ લીધુ છે તો જાનથી મારી નાખીશ. તે સમયે બાઇકમાં લગાવેલો ધોકો મારતા માથામા વાગ્યો હતો.

સામાન્ય રસ્તામાં રિક્ષા મુકવા બાબતે મારામારીની સામસામે ફરિયાદ કરતા ડભોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય વાત છે કે, વ્યક્તિ ડોક્ટરને ત્યાં તપાસ માટે આવ્યો હતો. અને તેટલા સમય માટે તેને તેની રિક્ષા ત્યાં મૂકી ઼ડોક્ટરને ત્યાં ગયો હતો. તેટલામાં આ ઘટના બનવા પામી હતી. જો કે, તે દિવસે બાબતનું સમાધાન થઈ ગયું હતું, પરંતુ તેની અદાવત બીજા દિવસે જોવા મળી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...