જમીનની માથાકૂટમાં બબાલ:પ્રભુપુરામાં ભાણિયાએ મામાના કાંડા ઉપર દાંતીથી ઘા મારતાં ઇજા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનની માથાકૂટમાં બબાલ થઇ હતી

પ્રભુપુરા ગામમાં આવેલી જમીનમાં એક બહેનના ભાણિયાને મનદુ:ખ રહેતા સગા સબંધીઓ સાથે એકઠા થયા હતા. તે દરમિયાન મોસાળમાં રહેતા ભાણિયાએ સમગ્ર બાબતનું મોબાઇલમાં રેકોડિંગ કરવા લાગ્યો હતો. તે સમયે ભાણિયાને રેકોડિંગ કરવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો અને હાથમા દાંતી લઇને મારવા દોડયો હતો. જેમાં માસીયાઇ ભાઇ અને મામાને મારવા દોડતા મામાના હાથ ઉપર દાંતીનો ઘા કર્યો હતો. જેમાં ઇજા થતા ડભોડા પોલીસમાં ભાણિયા સામે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

શૈલેષભાઇ મહેન્દ્રભાઇ વાઘેલા (રહે, પાલજ, ગાંધીનગર)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ મારી માતા તથા મારા માસી સાથે પ્રભુપુરામાં રહેતા મારા મામા ચિમનભાઇ સાથે પ્રભુપુરામાં જ રહેતા મારી માસીના દિકરા દિલીપભાઇના ઘરે જમીનની માથાકૂટમાં મનદુ:ખ થતા ગયા હતા. તમામ સગા સબંધીઓ બેસીને સામાજિક ધોરણે સમાધાન કરવાની વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન માસીનો દિકરો દિલીપ મંગાભાઇ બ્રાહ્મણીયા ઘરની બહાર આવીને મોબાઇલમાં તમામ લોકોનુ રેકોડિંગ કરી રહ્યો હતો.

ફરિયાદમાં વધુ જણાવ્યું કે, તે સમયે મારા મામા ચિમનભાઇએ પણ ભાણાને વિનંતી કરી વીડીયો રેકોડિંગ ન કરવા સમજાવ્યો હતો. પરંતુ સમજાવાથી દિલીપ ઉશ્કેરાઇ ગયો હતો અને બધા સબંધીઓને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જ્યારે ઘરમાંથી દાંતી લાવીને જાહેરમાં વિંઝવા લાગ્યો હતો. જેમા મામાને મારવા દોડતા તેને હુ પકડવા ગયો હતો. પરિણામે દાંતીનો હાથો થાપા ઉપર વાગ્યો હતો. જ્યારે મામાના કાંડા ઉપર દાંતીથી ઘા કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...