તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:નારદીપુરમાં 138 ઉંટને એન્ટીસરા તેમજ ખસ વિરોધી રસી અપાઇ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 35 ઉંટના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે 10 પશુઓની ચામડી ઉપરથી ખસના નમૂના લેવામાં આવ્યા

ઉંટમાં રોગચાળો થાય નહી તે માટે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા નારદીપુર ખાતે કેમલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં છ પશુપાલકોએ પોતાના 138 પશુઓને ખસ અને એન્ટીસરાની રસી આપી હતી. ઉંટમાં ચકરી અને ખસનો રોગચાળો થાય નહી તે માટે ગાંધીનગર જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગુરૂવારે નારદીપુર ખાતે કેમલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 6 પશુપાલકોએ પોતાના 138 પશુઓને કેમ્પમાં સારવાર કરાવી હતી. કેમ્પમાં પશુ ચિકિત્સકો દ્વારા ઉંટ વર્ગના પ્રાણીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી ડો.એસ.આઇ.પટેલે જણાવ્યું છે.

ત્યારબાદ ખસ અને એન્ટીસરાની રસી આપવામાં આવી હતી. કેમ્પમાં પશુઓની ચકાસણી તેમજ સારવારની કામગીરી નારદીપુર પશુ ચિકિત્સાલયના પશુ ચિકિત્સક ડો.સુનીલકુમાર એસ પટેલ તેમજ સ્ટાફે કામગીરી કરી હતી. આ કેમ્પમાં અમદાવાદ વિભાગના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડો.બ્રહ્મક્ષત્રિય, તાલુકા સદસ્ય હિતેષભાઇ પટેલ, ગામના સરપંચ રાજુભાઇ પટેલ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં સારવાર દરમિયાન પશુઓની બિમારીના લેબોરેટરી તપાસ માટે અમદાવાદ રોગ સંશોધન અધિકારીની કચેરી દ્વારા કુલ 35 ઉંટના લોહીના નમૂના લેવા્યા હતા. જ્યારે 10 પશુઓની ચામડી ઉપરથી ખસના નમુના લેવામાં આવ્યા હતા. કેમ્પમાં કામધેનું યુનિ.ના પશુચિકિત્સક તબિબોએ પણ ઉંટ માંથી કુલ 25 પશુઓના લોહીના નમુના લેવાયા હતા. નમુનાઓનું લેબોરેટરી તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો