તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના પરિણામોની રાહ:મહાનગરોમાં 49.18% પુરૂષ સામે 42.60% મહિલાએ જ મતદાન કર્યું, ચૂંટણીના દિવસે ખામી સર્જાતા કુલ 251 ઇવીએમ બદલવા પડ્યાં

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદમાં 22.10 લાખ મહિલા મતદારોમાંથી 8.58 લાખે જ મત આપ્યા

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોર સુધી મતદાન નિરસ રહ્યા બાદ બપોર પછી એકાએક મતદારો બહાર નીકળતા કુલ 46.08 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું પરંતુ મહાનગરોમાં મહિલા મતદારોમાં મતદાન પ્રત્યે ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે. પુરૂષ મતદારોના સરેરાશ 49.18 ટકા મતદાનની તુલનામાં મહિલા મતદારોનું મતદાન 42.60 ટકા રહ્યુંં હતું.

મતદાનના દિવસે રાજ્યમાં ઇવીએમમાં ખામી સર્જાવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. ટેક્નિકલ ખામીને કારણે 6 મહાનગરપાલિકામાં કુલ 251 ઇવીએમ મતદાન દરમિયાન બદલવા પડ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ 99 ઇવીએમ, સુરતમાં 75, વડોદરામાં 23, જામનગરમાં 19, રાજકોટમાં 25 અને ભાવનગરમાં 10 ઇવીએમ બદલવા પડ્યા હતા.

મહાપાલિકામાં મહિલા મતદાન

મહાપાલિકાપુરૂષોમહિલાકુલ મતદાન
અમદાવાદ45.87 ટકા38.84 ટકા42.51 ટકા
સુરત49.57 ટકા44.13 ટકા47.14 ટકા
વડોદરા50.90 ટકા44.63 ટકા47.84 ટકા
જામનગર57.07 ટકા49.52 ટકા53.38 ટકા
રાજકોટ54.54 ટકા46.60 ટકા50.72 ટકા
ભાવનગર52.83 ટકા45.87 ટકા49.46 ટકા
કુલ49.18 ટકા42.60 ટકા46.08 ટકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો