તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મનપાની ચૂંટણીમાં 62 ફોર્મ રદ થતાં 171 ઉમેદવાર મેદાનમાં

ગાંધીનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અધૂરી માહિતી, પક્ષના મેન્ડેટથી ફોર્મ રદ 5મીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ

ગાંધીનગર મહાનગપાલિકાની ચૂંટણીમાં 44 બેઠક માટે 233 ફોર્મ ભરાયા હતા. 3 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણીના દિવસે 62 ફોર્મ રદ થયા હતા. અપુરતી વિગતો અને પક્ષના મેન્ટેડ વગરના ફોર્મ રદ્દ થઈ જતાં 171 ઉમેદવારો મેદાને રહ્યાં છે. રદ્દ થયેલા ફોર્મમાં વોર્ડ નં-1માંથી 21, 2માંથી 14, વોર્ડ નં-3માંથી 14, વોર્ડ નં-4માંથી 14, વોર્ડ નં-5માંથી 13, વોર્ડ નં-6માંથી 19, વોર્ડ નં-7માંથી 13, વોર્ડ નં-8માંથી 18, વોર્ડ નં-9માંથી 15, વોર્ડ નં-10માંથી 16, વોર્ડ નં-11માંથી 14 ફોર્મ રદ્દ થયા છે.

આવતીકાલે એટલે કે 5 એપ્રિલના રોજ ઉમેદવાર પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ છે જેને પગલે આવતીકાલ સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો મેદાને રહેશે તે સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થશે.

વોર્ડ-8ના ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી
વોર્ડ નં-8માંથી ભાજપના ઉમેદવાર તથા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા સામે કોંગ્રેસ દ્વારા વાંધા અરજી કરાઈ છે. જેમાં બે જગ્યાએ મતદાર નોંધણી, મૂળ રહેઠાણનાં જગ્યાથી અલગ જગ્યાનું શૌચાલયનું પ્રમાણપત્ર, એફિડેવિટમાં વિસંગતતા અને પોલીસ વેરિફિકેશનમાં વિસંગતતા હોવાનો દાવો અરજીમાં કરાયો છે. જોકે અરજી ત્રણ વાગ્યા પછી મળી હોવાને પગલે ચૂંટણી અધિકારી દ્વારા હાલ આ મુદ્દે નોટિંગ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો