ગાંધીનગર કોર્પોરેશનની બુધવારે મળેલી સામાન્યસભામાં મેયર, ડે. મેયર, ચેરમેન, કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં સતત બીજી વખત વધારો કરાયો હતો. મેયરને મળતી વાર્ષીક 2.40 લાખની ગ્રાન્ટમાં 20 લાખ, ડે. મેયર અને ચેરમેનને મળતી 30 લાખની ગ્રાન્ટમાં 48 લાખનો વધારો કરાયો છે. જ્યારે કોર્પોરેટર્સને મળતી વાર્ષીક 16.50 લાખની ગ્રાન્ટ 4.5 લાખના વધારા સાથે 21 લાખ કરાઈ છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટમાં વધારા માટે ચાલુ નાણાકીય વર્ષના અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓ કોર્પોરેટર્સને મળતી ગ્રાન્ટનો આધાર લીધો છે.
ત્યારે પાંચેય મહાનગરપાલિકામાં બજેટના કદ સામે સભ્યોની મળતી ગ્રાન્ટ ટકાવારી ચાલુ નાણાકીય વર્ષમાં ઉચી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, જાનગરમાં કુલ બજેટલના કદમાં 1 ટકાથી પણ ઓછું બજેટ ફાળવાય છે. જોકે આ નગરપાલિકાઓમાં અલગ-અલગ કમિટિઓને મળતી ગ્રાન્ટ અલગ હોય છે, જેની સામે ગાંધીનગર કોર્પોરેશનમાં હાલ કોઈ કમિટિ નથી. જેને પગલે ગાંધીનગરમાં આ ટકાવારી ચાલુ નાણાકીય વર્ષમાં 1.85 ટકા છે. ત્યારે હવે નાણાકીય વર્ષ 2023-24 બજેટનું કદ 950 કરોડ થયું છે, સામે વધેલી ગ્રાન્ટનો કુલ આંકડો 13.40 કરોડ થશે જે બજેટના 1.36 ટકા છે. આ ગ્રાન્ટમાં 26 જેટલા કામો નક્કી કરાયા છે, ત્યારે વધેલી ગ્રાન્ટમાં નાગરિકોને ઉપયોગી કામો થાય તે ઈચ્છનિય છે.
બજેટમાં કયાં કામો થઈ શકે છે?
કોર્પોરેશન પદાધિકારી-કોર્પોરેટર્સ ગ્રાન્ટમાંથી સ્માર્ટ આંગણવાડીનું બાંધકામ, શાળાઓમાં સુવિધાઓ વધારવા, હેલ્થ સેન્ટરોમાં સુવિધા વધારવા, સર્કોલનું નવીનીકરણ, મુક્તિધામમાં ખૂટતી વસ્તુઓ, રમત-ગમતના સાધનો, પાણીની લાઈન, ગટર લાઈન, તાર ફેન્સિંગ, ટ્રી ગાર્ડ, પીવાની પાણીની ટાંકી, આરઓ પ્લાન્ટ સહિતની વસ્તુઓ અને સુવિધા આપી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.