સમાધાન યોજના:મનપામાં 561 પ્રોફેશનલ ટેક્સપેયરે 3.60 કરોડ ટેક્સ ભરીને 48 લાખની છૂટ મેળવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પ્રોફેશનલ ટેક્સપેયર પોતાનો બાકીનો વેરો ભરે અને બાકી લોકો નોંધણી કરાવે તે માટે સમાધાન યોજના અમલમાં મુકાઈ હતી. 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલેનાર સમાધાન યોજનામાં કુલ 561 ટેક્સપેયરે યોજનાનો લાભ લઈને 3.60 કરોડ જેટલો ટેક્સ ભર્યો છે, જેની સામે આવા ટેક્સ પેયરોને દંડ સહિતના રકમનો 48 લાખનો લાભ મળ્યો છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 22 હજારથી વધુ કોમર્શિયલ મિલકતો છે. જુન-2020થી ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા તથા 50 ટીપી સ્કીમ વિસ્તારનો સમાવેશ થયો હતો.

નવા વિસ્તારો ઉમેરાતા 79 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ મિલકતો ઉમેરાઈ હતી. જ્યારે મનપાના જૂના વિસ્તારમાં અંદાજે 59 હજાર જેટલી રહેણાંક અને 8 હજાર કોમર્શિયલ મિલકતો છે. મનપાના નવા-જુના વિસ્તારમાં અંદાજે 6 હજારથી વધુ વ્યવસાયકારો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 31 ડિસેમ્બર સુધી કોર્પોરેશનને પ્રોફેશનલ ટેક્સની 10.10 કરોડની આવક થઈ છે, નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધીમાં મનપાને 11 કરોડથી વધુની આવકનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષ 2021-22માં 31 ડિસેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેક્સની 8.98 કરોડની આવક થઈ છે. 1.11 કરોડ એટલે કે 12 ટકા જેટલો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...