ભાસ્કર વિશેષ:યુપીના મહારાજગંજમાં મમ્મીના મારથી 2 ભાઇ ઘરેથી નીકળી ગાંધીનગર આવી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો પાછા ટ્રેનમા બેસવા જતા રેલવે પોલીસે પકડી પરિવારજનોને સોંપ્યા હતા

યુપીના મહારાજ ગંજમા રહેતા પરિવારના બે બાળકોને તેમની માતા દ્વારા સલાહ સૂચન આપવામા આવતી હતી. જેને લઇને ક્યારેક માર પણ મારવામા આવતો હતો. આ બાબતને મન ઉપર લઇ લેતા બે સગા ભાઇ નાનીના ઘરે જવા માટે ટ્રેનમા બેસી જતા ગાંધીનગર પહોંચી ગયા હતા. દિશા ભટકી ગયેલા બે ભાઇ અન્ય ટ્રેનમા બેસવા જતા રેલવે પોલીસે પકડીને પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવ્યુ હતુ.

મળતી માહિતી મુજબ ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બપોરના સમયે નારાયણભાઇ અને રણવીસિંહ પોતાની ફરજ બજાવતા હતા. તે દરમિયાન બે નાના બાળકો એક રીક્ષામાથી ઉતર્યા હતા. જ્યારે બંને પોલીસ કર્મી આ દ્રશ્ય જોઇ રહ્યા હતા. તે સમયે બંને બાળકો સ્ટેશનમા જઇને ટ્રેનમા બેસવા જતા હતા. ત્યારે બંને પોલીસ કર્મીએ બાળકોને પકડ્યા હતા. ત્યારબાદ પેમની પૂછતાછ કરવામા આવી હતી. કોઇ મોટી વ્યક્તિ સાથે જોવા નહિ મળતા શંકા ગઇ હતી. પરિણામે જ બાળકોની ઉલટ તપાસ શરૂ થઇ હતી.

પરિણામે બાળકોના નામ સામે આવ્યા હતા. મોટાનુ નામ ક્રિષ્ણા શ્રીજયરામ કનોજીયા અને નાનાનુ નામ કનૈયા શ્રીજયરામ કનોજીયા જણાવ્યુ હતુ. 9 અને 12 વર્ષના બાળકો કોઇ અસામાજિક વ્યક્તિના હાથમા ના પહોંચી જાય માટે બાળકો પાસે તેમના માતા પિતાનો નંબર માગવામા આવ્યો હતો. જેને લઇને મોટા ભાઇએ તેના પિતાનો નંબર આપતા રેલવે પોલીસે ફોન જોડ્યો હતો અને ગાંધીનગર બોલાવ્યા પછી માતા પિતાને બંને બાળકો સોપવામા આવ્યા હતા. જ્યારે બાળકો ઘરેથી કેમ ભાગી ગયા તેમ પૂછવામા આવતા કહ્યુ હતુ કે, મમ્મી ઘરે ખૂબ જ મારતી હતી. પરિણામે ગોરખપુરમા રહેતી તેની નાનીના ઘરે જવા માટે નીકળી ગયા હતા.અને આ રીતે રેલવે પોલીસે તેમને પરત સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...