કામગીરી:મગોડીમાં પિતાને લોખંડની કોસ મારી ફરાર પુત્ર અને પુત્રવધૂ પકડાયાં

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2020મા મગોડી તલાવડી પાસે રહેતુ દંપતી સસરા ઉપર હુમલો કરીને ફરાર થઇ ગયંુ હતું, LCBએ ઝડપ્યું

મગોડી ગામમા રહેતુ દંપતી સસરા ઉપર હુમલો કરીને બે વર્ષ પહેલા ફરાર થઇ ગયુ હતુ. સામાન્ય બાબતમા પિતા પુત્રને સલાહ સૂચન કરતા હતા, જેને લઇને પુત્ર અને તેની પત્નિએ સસરા ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ સસરાને પુત્રવધુ અને દિકરા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ દંપતી ફરાર થઇ ગયુ હતુ. જેની માહિતી એલસીબીની ટીમને મળતા દંપતીને મગોડીથી ઝડપી લીધુ હતુ અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એચ.સિંધવની ટીમના એએસઆઇ કિરીટકુમાર અને જોગીન્દરસિંહને માહિતી મળી હતી કે, વર્ષ 2020મા દહેગામમા દિનેશ ચુનીલાલ સલાટ અને લીલાબેન દિનેશભાઇ સલાટ (રહે, દોગલ તલાવડી, મગોડી ફાટક પાસે, દહેગામ) સામે આરોપીના પિતાએ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. દિનેશ સલાટે તેના પિતા ચુનીલાલ પુત્રના ઘરેથી જમવા માટે રોટલો લઇને આવ્યા હતા.

જે બાબતને લઇને દિકરાની વહુએ સસરા સામે ગાળાગાળી કરી હતી અને બાદમા હાથ ઉપર કોંસ મારીને ફરાર થઇ ગયો હતો. જેમા સસરાને હાથમા ફ્રેક્ચર થયુ હતુ, આ બનાવની ફરિયાદ બાદ પતિ પત્નિ ફરાર થઇ ગયા હતા. ફરાર થઇ ગયેલા આરોપીની માહિતી એલસીબીના જોગીન્દરસિંહ અને કિરીટકુમારને મળતા મગોડી પહોંચી ગયા હતા. જ્યાંથી આરોપી પતિ પત્નિને પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...