હુમલો:મગોડીમાં પિતા સાથે કેમ ઝઘડો કર્યો કહીને વૃદ્ધ ઉપર હુમલો કર્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મગોડી ગામમાં રહેતા અને દહેગામમાં ફાસ્ટફૂડનો વેપાર કરતા વૃદ્ધના ઘરે આવીને દહેગામના પ્રમુખ પાર્ટી પ્લોટ સામેની જગ્યા અમારી છે, ફરીથી આવશો તો જાનથી મારી નાખીશુ તેમ કહીને મારામારી કરી હતી. હરખજીના મુવાડા ગામનો યુવક તેની સાથે બે લોકોને લઇને આવ્યો હતો અને મારામારી કરી હતી. આ બનાવને લઇ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મગોડી ગામમાં રહેતા દિનેશભાઇ નાથાલાલ સોનીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પરિવાર સાથે ઘરે હતા, તે સમય દરમિયાન દહેગામના હરખજીના મુવાડા ગામમાં રહેતો અમિત રમેશભાઇ સોની આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, પોતાના પિતા સાથે કેમ બોલાચાલી કરી ઝગડો કર્યો છે, તેમ કહીને વૃદ્ધની વાત સાંભળ્યા વિના જ તેના હાથમાં રહેલી લાકડી લઇ મારામારી કરવા લાગ્યો હતો. જેમાં હાથના કાંડા ઉપર લાકડી મારતા ઇજાઓ થઇ હતી.

ત્યારબાદ તેની સાથે આવેલા બે લોકોએ પણ મારામારી કરી હતી. જેથી ઘરમાં હાજર રહેલી પુત્રવધુ સસરાને બચાવવા વચ્ચે પડી હતી. જ્યારે મારામારીને લઇને આસપાસના લોકો પણ બચાવવા માટે દોડી આવ્યા હતા. પરિણામે અમિત સહિતના લોકો જતા રહ્યા હતા, પરંતુ જતા જતા ધમકી આપતા ગયા હતા . મારામારી કરનાર અમિત સોની સામે ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...