કુડાસણમાં રહેતી પતિની મહિલા મિત્રના ઘરે જઇને પત્નીએ મારામારી કરી હતી. યુવતી અને તેનો પતિ ફોન ઉપર અને ક્યારેક સાથે મળીને વાતો કરતા હતા. પરંતુ આ બાબત પત્નીને પસંદ આવતી ન હતી. જેને લઇ પત્ની યુવતીના ઘરે અન્ય એક મહિલાને લઇ પહોંચી હતી અને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ પોલીસ ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી કરી હતી.રીનાબેન ગજ્જર (રહે, કુડાસણ) જ્યોતિષના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ત્યારે યુવતીને સેક્ટર 3બીમાં રહેતા મંતવ્ય ગજ્જર સાથે મિત્રતા છે.
પરિણામે અવાર નવાર બે મિત્રો ફોન ઉપર તો કયારેક રૂબરૂમાં વાતચીત કરતા હતા. ક્યારેક યુવક મહિલા મિત્રના ઘરે પણ મળવા માટે પહોંચી જતો હતો. પરંતુ યુવતી અને યુવકની મિત્રતા યુવક મંતવ્યની પત્ની મિનલને પસંદ આવતી ન હતી. જ્યારે અગાઉ યુવકની પત્નીએ રીના ગજ્જરને બેથી ત્રણ વખત ફોન ઉપર કે રૂબરૂમાં વાતચીત કરવાની ના પાડી દીધી હતી. પરંતુ યુવક અને યુવતી વચ્ચે મિત્રતા વિના કોઇ જ પ્રકારનો સબંધ ન હતો. તેમ છતા યુવક અને યુવતી પત્નીની ના છતા વાતચીત કરતા હતા.
પરિણામે એક સપ્તાહ પહેલા યુવકની પત્ની મીનલ અને તેની સાથે અન્ય એક મહિલાને લઇ પતિની મહિલા મિત્રના ઘરે પહોંચી ગઇ હતી. જ્યારે મનફાવે તેમ ગાળો બોલવાનુ શરૂ કર્યુ હતુ અને યુવતી સાથે ઝપાઝપી કરી હતી. જેમાં યુવતીની ટી શર્ટ પણ ફાટી ગઇ હતી. બંને મહિલાઓ એક એક ઘરે જઇને ઉશ્કેરાઇ ગઇ હતી. ઝઘડો કરવા લાગી હતી. મનફાવે તેમ આક્ષેપો કરવામાં આવ્યા હતા. મારામારી કરતા ઇજાઓ થતા ગાંધીનગર સિવિલમાં સારવાર લેવા માટે ગઇ હતી. ત્યારબાદ બંને મહિલાઓ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.