તપાસ:ખોરજ હાઇસ્કૂલમા અજાણ્યા શખ્સોએ અભ્યાસ માટેના નકશા સળગાવી દીધા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 100 જેટલા ભૂગોળ, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતા નકશા સળગાવ્યા

ખોરજ હાઇસ્કૂલમા ધો.12ના કલાસ રૂમમા મુકાયેલા 100 જેટલા નકશા અજાણ્યા શખ્સે સળગાવી દીધા હતા. બાળકોના અભ્યાસ માટે રાખવામા આવેલા નકશાને અજાણ્યા શખ્સોએ સળગાવી નાખતા અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધવામા આવી હતી. ઉલ્લેખનિય છેકે, શાળામાથી ચોરી થઇ નથી, પરંતુ નકશાને આગ લગાડતા ગ્રામજનો પણ વિચારતા થઇ ગયા છે.

શાળામા ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર ધુળાભાઇ પ્રજાપતિ (રહે, ઘાટલોડીયા, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ખોરજ ગામમા આવેલી વિનય વિદ્યા મંદિર શાળામા ફરજ બજાવુ છુ. ત્યારે આજે ગુરુવારે સવારના સમયે મારી શાળાના પટાવાળાનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે, ધોરણ 12ના ક્લાસ રૂમનુ તાળુ તુટેલી હાલતમા જોવા મળ્યુ હતુ.

જ્યારે રૂમમા ચેક કરતા અંદર મુકવામા આવેલા 100 જેટલા ભૂગોળ, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના નકશાને અજાણ્યા શખ્સોએ સળગાવી દીધેલા જોવા મળી રહ્યા છે. શાળામા આવ્યા પછી તપાસ કરતા નકશા સળગેલી હાલતમા જોવા મળ્યા હતા. આ બાબતે અડાલજ પોલીસ મથકમા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...