લૂંટ:કલોલમાં લુટારૂ શખ્સનો આતંક યથાવત, બાઈક પર આવેલ લુટારુ મહિલા પર હુમલો કરી પગના કડલાં કાઢી ફરાર

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લામાં બે દિવસમાં લૂંટની બીજી ઘટના

ગાંધીનગરના કલોલમાં વડસર ગામની સીમમાં 60 વર્ષીય વૃદ્ધા પર ઘાતકી હુમલો કરી દાગીના લૂંટી લેવાની ઘટનાનું પગેરૂ હજી મળ્યું નથી ત્યારે બોરીસણાં ગામે લાલ કલરના બાઈક ઉપર આવેલા લુટારુએ રાહદારી મહિલા ઉપર ઘાતકી હુમલો કરી તેના પગમાંથી 35 હજાર નાં કડલાં કાઢી ફરાર થઈ જતાં કલોલ તાલુકા પોલીસ મથકમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામે રહેતા ભલાજી ભલાજી ઠાકોર ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમની બાજુમાં તેમના કુટુંબી ભાઈ લક્ષ્મણજી ઠાકોર અને તેમના પત્ની ભીખીબેન પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે. ગઈકાલે બલાજી ઠાકોર તેમની માતા રમીલા બેન ને ખેતરમાં લેવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.

ત્યારે તેમના કૌટુંબિક ભાભી ભીખીબેન બોરીસના થી રામનગર રોડ સાયોના ફેક્ટરી તરફથી લથડીયા ખાતા ખાતા આવી રહ્યા હતા. જેથી બાલાજી સુરત તેમની પાસે પહોંચ્યા ત્યારે ભીખીબેનનાં માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. જેમને થોડી સાંત્વના આપીને પૂછપરછ કરતા ભીખીબેન એ જણાવ્યું હતું કે ખેતર પાસેનાં નાંળિયા માંથી પસાર થતી વખતે લાલ કલરનું બાઇક લઇને અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો જેણે કાળો શર્ટ અને આછી દાઢી હતી.

બાદમાં આ શખ્સે ભીખીબેનને ઝારનો ભારો માથે ચડાવી આપ્યો હતો. અને પછી તેણે કહેલું કે મને પણ ઝારનો ભારો ચઢાવી આપો. આથી ભીખીબેને ઘસીને ના પાડીને ચાલતી પકડી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્શે લાકડાના ધોકા વડે તેમના માથા પર ઘાતકી હુમલો કર્યો હતો અને બીજો હુમલો કપાળના ભાગે કર્યો હતો જેના કારણે ભીખીબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડયા હતા. બાદમાં તેમના પગમાંથી 35 હજારની કિંમતના ચાંદીના કડલાં કાઢીને ફરાર થઈ ગયો હતો.

જેથી ઈજાગ્રસ્ત ભીખીબેનને વધુ સારવાર અર્થે શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસ મથકમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ વડસર ગામની સીમમાં આવેલ ખેતરમાં 60 વર્ષીય વૃધ્ધા ઉપર હિંસક હૂમલો કરીને અજાણ્યા શખ્સો 42 હજારના ચાંદીના દાગીના ની ધોળે દહાડે લૂંટ કરીને નાસી ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...