તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ વર્ષના પ્રેમ સંબંધનો કરૂણ અંત:ગાંધીનગરના કલોલમાં પ્રેમીએ અડધી રાતે ગળું દબાવી પ્રેમિકાની હત્યા કરી નાખી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીના સ્ટાફ કવાર્ટરમાં પ્રેમી પંખીડા લીવ ઈન રિલેશન શીપમાં પાંચ વર્ષથી રહેતા હતા

ગાંધીનગરનાં કલોલ છત્રાલ જીઆઈડીસી માં આવેલી નિરમા કંપની નાં સ્ટાફ કવાર્ટર માં છેલ્લા પાંચ વર્ષથી લીવ ઈન રિલેશન શીપમાં રહેતી અપંગ પ્રેમિકા સાથે કોઈ બાબતે ઝગડો થતાં પ્રેમીએ અડધી રાત્રે ઠંડા કલેજે તેનું ગળું દબાવીને હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી લેવા તજવીજ હાથ ધરી છે.

પરિવારથી અલગ થઈ પ્રેમી સાથે રહેતા હતારાજસ્થાનના ઉદેપુર ખાતે કવેલ ગામમાં રહેતા ગૌતમ ભાઈ રામજીભાઈ અસારીને છ સંતાનો છે. જેમની મોટી દીકરી મરતીબેનના (ઉ. 42) લગ્ન વર્ષ 2001માં ઉદેપુરના ધનરાજ નાનજીભાઈ મીણાં સાથે થયા હતા. આ લગ્નજીવન મરતીબેનને સંતાનમાં ચાર દીકરા દીકરી છે. ડાબા પગે અપંગ મરતીબેન છેલ્લા પાંચ વર્ષથી કલોલના છત્રાલ જીઆઇડીસીમાં આવેલ નિરમા કંપનીમાં નોકરી કરતી હતી અને તેના પરિવારથી અલગ થઈ કંપનીમાં નોકરી કરતા મૂળ કુંડોલ - પાલ ગામ ભીલોડાનાં વતની ઇન્દ્રરાજ કાવાજી પાંડોર સાથે કંપનીના ક્વાર્ટર્સ રૂમ નંબર 381 રહેતી હતી.

પ્રેમીએ હત્યા કરીગત તા. 27 મી ઓગસ્ટની રાત્રે કોઈ બાબતે બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેનાં કારણે ઇન્દ્રરાજ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મરતીબેનને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે મરતીબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં ઇન્દ્રરાજે સમગ્ર ઘટના અંગે કંપનીના સિક્યુરિટીને જાણ કરી હતી.

જેનાં પગલે સિક્યુરિટી ગાર્ડે મરતીબેનના ભાઈ ભરત અસારીને બનાવની જાણ કરતા કુટુંબીજનો છત્રાલ દોડી આવ્યા હતા. જ્યાં કવાર્ટરમાં જઈ જોતા તેની બહેન જમીન પર મરણ ગયેલી હાલતમાં પડી હતી. આ અંગે જાણ થતાં કલોલ તાલુકા પીઆઈ કરણ દેસાઈ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક અને ઈન્દ્રરાજ છેલ્લા પાંચ વર્ષથી લગ્ન કર્યા વિના એકબીજા સાથે રહેતા હતા. મરનારના છૂટાછેડા થઈ ચૂક્યા છે. જેને ચાર સંતાન પણ છે. હાલમાં ઈન્દ્રરાજની ધરપકડ કરવાની તજવીજ ચાલી રહી છે. જેની પૂછતાંછ કર્યા પછી રાત્રે કઈ બાબતે ઝગડો થયો હતો તેનું સ્પષ્ટ કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...