સરકારની પારદર્શક પ્રક્રિયા:માત્ર બે દિવસમાં ત્રીજા વર્ગના 1,165 કર્મચારીને ઈચ્છા મુજબ બદલી અપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
  • બદલી માટે ‘ભાવ’ બોલાતો હોવાની વાતો વચ્ચે પારદર્શક પ્રક્રિયા થઈ

સરકારી નોકરીમાં કર્મચારીઓએ બદલી કરાવવી હોઇ તો પૈસા આપવા જ પડે તેવું કહેવાય છે, પૈસા વગર બદલી કયારેય થાય જ નહીં. રાજ્યના શ્રમ,કૌશલ્ય વિકાસ અ્ને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા તાજેતરમાં એક સાથે 1165 વર્ગ-3ના કર્મચારીઓની એક પણ પૈસો લીધા વિના બદલી કરવામાં આવી હોવાનું ખુદ કર્મચારીઓનું કહેવું છે.

પૈસા આપ્યા વિના કર્મચારીઓની બદલી થતા સરકારી બાબુઓ પણ અચરજ પામ્યા​​​​​​​
સામાન્ય રીતે આ બદલી કરાવવા માટે અગાઉ એકથી દોઢ લાખનો ભાવ બોલાતો હતો,પણ એક પણ પૈસા આપ્યા વિના બદલી થઇ જતા કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. જે સરકારી ખાતામાં આવકનો દાખલો પણ પૈસા વગર નીકળે નહીં ત્યાં વગર પૈસે બદલી થઇ જાય તે જાણીને સરકારી બાબુઓ પણ અચરજ પામી ગયા હતા.

એ‌વું કહેવાય છે કે સરકારી નોકરી જોઇએ કે સરકારી નોકરીમાં બદલી જોઇએ તો પૈસા આપવા જ પડે,પણ આ ઉકિતને ખોટી પાડે તેવી ઘટના તાજેતરમાં ગાંધીનગર સ્થિતિ શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરીમાં બની છે. રાજ્યની જુદી જુદી આઇટીઆઇમાં વર્ષ 2011, વર્ષ 2014 અને વર્ષ 2017માં જોડાયેલા વર્ગ-3ના કર્મચારીઓની બદલી કરવાની માગ છેલ્લા ઘણા સમયથી હતી. સુપરવાઇઝર અને ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ બદલી કરાવવા માટે રજૂઆત કરી હતી.

કર્મચારીઓએ પારદર્શક રીતે બદલી થાય તે માટે માગણી કરતા રોજગાર અને તાલીમ નિયામકની કચેરીએ પારદર્શક રીતે બદલી કરવાનું નક્કી કર્યુ હતું. આ માટે એક પોર્ટલ તૈયાર કરીને તેના મારફત ઓનલાઇન બદલી કરાવવાનો નિર્ણય લેવાયો હતો,જેથી કરીને બદલીની બાબતમાં પૈસાની લેતીદેતી થાય નહીં અને પારદર્શકતા રહે. ઓનલાઇન વેબપોર્ટલ પર કર્મચારીઓએ તા.7થી 9 એપ્રિલ દરમિયાન અરજી કરવાની હતી. આ પછી વિભાગે તા. 12 અને 13 એપ્રિલ દરમિયાન બદલી કેમ્પ યોજીને એક સાથે 1,165 કર્મચારીઓની બદલી કરતા કર્મચારીઓમાં રાહતની લાગણી છવાઇ હતી.બદલીપાત્ર કર્મચારીઓ જે તે આઇટીઆઇમાં સુપરવાઇઝર કે ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા હતા.

બદલી થનાર કર્મચારીઓના ક્વોટ
1)તમે નહીં માનો પણ 12 અને 13મી એપ્રિલે ઓનલાઇન બદલીનો કેમ્પ હતો,તેમાં પૈસા લેવા તો દૂરની વાત પણ મેં અમદાવાદથી દહેગામ લીધું તો મારી અમદાવાદની જગ્યા ખાલી પડી તે પણ તાત્કાલિક દેખાડવાની પારદર્શકતા રખાઇ હતી,એક પણ પૈસા લેવાયો નથી- અલ્પેશ ચૌહાણ,ઇન્સ્ટ્રકટર

2)ગુજરાત રાજ્ય કર્મચારી વર્ગ-3ના મંડળનો જ આગ્રહ હતો કે કર્મચારીના પૈસા જાય અને ખાલી જગ્યા છે તો ચોઇસ મળે એટલે ઓનલાઇન કેમ્પ યોજીને બદલી કરવામાં આવી હતી.- મેહુલસિંહ નકુમ,સુપરવાઇઝર

બદલીના રૂ.50 હજારથી 15 લાખ સુધીના ભાવ બોલાય છે
ઓનલાઇન ભરતી કેમ્પ યોજાતા બદલીમાં લેવાતી રકમ હવે લઇ શકાય તેમ નથી,પણ અગાઉ બદલીમાં જેવો કર્મચારી તેવા ભાવ બોલાતા હોય છે. સરકારના જુદા જુદા વિભાગોમાં રૂ. 50થી 15 લાખ સુધી બદલીના ભાવ બોલાતા હોવાનું જાણકારોનું કહેવું છે. બદલી માટે ચોક્કસ ભાવ નક્કી થાય પછી જ આગળની કાર્યવાહી થતી હોવાનું પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...