પાટનગરમાં ઠંડીનું આગમન:માત્ર 24 કલાકમાં જ તાપમાન 4 ડિગ્રી ગગડ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરના મહત્તમ તાપમાનમાં ફેરફાર ન થતાં બેવડી ઋતુ અનુભવાઈ

નવલી નવરાત્રીના વિદાય બાદ નગરમાં શિયાળાનું આગમન થયું હોય તેમ માત્ર 24 કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાન 4 ડીગ્રી ગગડતા શનિવારે 16.5 ડિગ્રી નોંધાયું હતું. ગત શુક્રવારે નગરનું લઘુત્તમ તાપમાન 21.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી રહેતા નગરવાસીઓને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

નવરાત્રીના પ્રથમ નોરતેથી નગરનું લઘુત્તમ તાપમાનનો પારો 25 ડીગ્રી તો મહત્તમ તાપમાનનો પારો 35 ડીગ્રી નોંધાયો હતો. ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ સવારે 89 ટકા અને સાંજે 76 ટકા રહ્યું હતું. આ તાપમાનની સ્થિતિ સતત પાંચ દિવસ જોવા મળી હતી. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો સતત બે દિવસ નોંધાયો હતો. તે પછી બે દિવસ નગરના લઘુત્તમ તાપમાનના પારામાં 4 ડીગ્રીનો ઘટોડો નોંધાયો હતો. જોકે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સવારે 81 ટકા અને રાત્રે 43 ટકા નોંધાયું હતું.

નવરાત્રીમાં નગરના લઘુત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાની અસર સાંજ ઢળતા જ ઠંડીનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે. જ્યારે દિવસે પંખો ચાલુ કરવો પડે તેવી ગરમી લાગી રહી છે. આથી શિયાળાના વહેલા આગમનની સાથે નગરવાસીઓ ડબલ ઋતુ હાલમાં અનુભવી રહ્યા છે.

નગરનું છેલ્લા દસ દિવસનું તાપમાન
​​​​​​​

તારીખમહત્તમલઘુત્તમસવારેભેજસાંજેભેજ
7-10352589%76%
8-103724.889%77%
9-1035.824.591%83%
10-103624.589%75%
11-10342591%83%
12-103623.886%66%
13-1036.523.286%65%
14-1035.521.581%654%
15-1034.52181%43%
16-1035.516.573%46%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...