તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષને ઉછેરનારની નોંધણી:જમીયતપુરામાં એક વ્યક્તિએ વૃક્ષોના રોપાની વાવણી કર્યા બાદ 3 વર્ષ સુધી તેને ઉછેરવાના રહેશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષને ઉછેરનારની નોંધણી કરાઈ

ગામને હરીયાળુ બનાવવા માટે જમીયતપુરા ગ્રામ પંચાયતે અનોખી પહેલ સાથે મંગળવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં એક વ્યક્તિએ વૃક્ષોના રોપાની વાવણી કર્યા બાદ ત્રણ વર્ષ સુધી તેને ઉછેરવાના રહેશે. જેના માટે રોપાને રોપણી કરનારનું નામ આપીને તેની રજિસ્ટ્રરમાં રોપાના નંબર સાથે નોંધણી કરાઈ છે.

વર્તમાન આઇટીના સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની સીધી અસર વાતાવરણ ઉપર જોવા મળે છે. આથી વાતાવરણમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારે વાતાવરણને તેની મૂળ ધરીમાં લાવવા માટે એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ જ છે. તોજ તમે ભાવિ પેઢીને પાણી, શુદ્ધ હવા સહિતની ભેટ આપશો. ત્યારે ગામને હરીયાળુ બનાવવા માટે જમીયતપુરા ગામના સરપંચ છોટાજી નાથાજી ઠાકોરે અનોખું અભિયાન શરૂ કર્યું છે.

તેમાં ગામમાં મંગળવારના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે તેમાં માત્ર વૃક્ષોના રોપાની વાવણી કરીને ફોટા પડાવીને છુટા પડવા જેવો કાર્યક્રમ રાખ્યો નહી. પરંતુ વૃક્ષોના રોપાણી વાવણીની સાથે સાથે તેના ઉછેરની જવાબદારી પણ રોપણી કરનાર વ્યક્તિને આપવામાં આવી હતી. ઉપરાંત તેના માટે રજિસ્ટ્ર બનાવીને તેમાં એન્ટ્રી કરવામાં આવી હતી.

ગામમાં ખેતર, ફાર્મ હાઉસ, અંબાજી મંદિરના ચોક, શાળાના કેમ્પસ, નર્મદા કેનાલની બાજુના છેડા ઉપર, ગૌચર જમીનમાં સહિતના વિસ્તારોમાં 1000 રોપાની વાવણી કરવામાં આવી હતી. પેન્ડ્રુલા, બોરસલ્લી, ગુલમોર, લીમડા, જાંબુ, પીપળા, તુલસી, જાસુદ સહિતના રોપાની વાવણી કરવામાં આવી હતી.

દરેક વ્યક્તિએ 11 રોપાની વાવણી કરવાનો નિયમ બનાવ્યો
જમિયતપુરા ગામમાં દરેક વ્યક્તિએ કુલ 11 રોપાની વાવણી કરવાની રહેશે. ઉપરાંત વાવણી કર્યા બાદ દરેક રોપાને ક્રમ નંબરની સાથે સાથે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હતું. વાવણી કરાયેલા રોપાને ત્રણ વર્ષ સુધી ઉછેરવાની પણ જવાબદારી રોપણી કરનાર વ્યક્તિને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...