શિક્ષણ:ગુજકેટની પરીક્ષામાં ફિઝિક્સ,ગણિતના પેપરે વિદ્યાર્થીઓની મહેનત વધારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતાં સરળ રહ્યું

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં ફિઝીક્સ અને ગણિતના પેપરે વિદ્યાર્થીઓને માનસિક કસરત કરાવે તેવા રહ્યા હતા. જ્યારે કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા સરળ નિકળ્યા હતા. ગુજકેટની પરીક્ષા પૂર્ણ થતાં જ સાયન્સના વિદ્યાર્થીઓને જેઇઇ અને નીટની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા.શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સોમવારે લેવામાં આવી હતી. તેમાં ફિઝીક્સ પેપર અંગે સહજાનંદ સ્કુલ ઓફ એચિવરના વિષય શિક્ષક જીજ્ઞેશ પટેલને પુછતા જણાવ્યું છે કે કુલ-40 પ્રશ્નોમાંથી 38 પ્રશ્નો ગણતરીવાળા પુછવામાં આવ્યા હતા.

આથી વિદ્યાર્થીઓને જવાબ શોધવામાં વધુ સમય લાગ્યો હતો. જોકે ગણતરી ટુંકી અને પાઠ્ય પુસ્તકના ઉદાહરણ આધારીત હોવાથી હોંશિયાર અને નબળા વિદ્યાર્થીઓને ભેદ પાડી શકે છે. જ્યારે કેમેસ્ટ્રી પેપર અંગે આર.જી.કન્યા હાઇસ્કુલના વિષય શિક્ષક વિમલભાઇ પટેલે જણાવ્યું છે કે નોર્મલ વિદ્યાર્થીઓ પણ 50થી 60 ટકા લાવી શકે તેવું સરળ હતું. જોકે ઓર્ગેનિકના સાતેક પ્રશ્નો વિદ્યાર્થીઓને િવચારીને લખવું પડે તેવા હતા. સંપુર્ણ પેપર પાઠ્ય પુસ્તક આધારીત હતું. ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 4999માંથી 149 ગેરહાજર સાથે કુલ-4850 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજર રહ્યા હતા.

ગણિત પેપર અંગે સી.એમ.પટેલ સ્કુલના વિષય શિક્ષક જીજ્ઞાબેન પટેલે જણાવ્યું છે કે ગણિતનું પેપર ટ્રીક ઉપર આધારીત હોવાથી વિદ્યાર્થીઓની ખરા અર્થમાં પરીક્ષા લે તેવું જ હતું. જોકે માત્ર બે જ દાખલા અલગ પુછવામાં આવ્યા હોવાથી હોંશિયાર વિદ્યાર્થીઓને માનસિક કસરત કરાવે તેવા હતા. જોકે સામાન્ય વિદ્યાર્થી પણ 30થી 35 ગુણ લાવે તેવું પાઠ્ય પુસ્તક આધારીત પેપર હતું.

ગણિત પેપરમાં 1874માંંથી 84 ગેરહાજર સાથે 1790 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે બાયોલોજી પેપર અંગે પુછતા સી.એમ.પટેલ સ્કુલના વિષય શિક્ષક વી.એમ.પટેલે જણાવ્યું કે બે પ્રશ્નો આકૃતિવાળા અને બે પ્રશ્નો પ્રાયોગિક માર્ગદર્શીકા બુકમાંથી હોવાથી વિદ્યાર્થીઓની મુંઝવણ વધારે તેવા હતા. જોકે પેપર સરળ હોવાથી પોણા જ કલાકમાં પૂર્ણ કરી દે તેવું હતું. બાયોલોજીમાં 3141માંથી 106 ગેરહાજર અને 3035 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...