વિધાનસભા ચૂંટણી:ગુજરાતમાં રાહુલ ગાંધી જ ચૂંટણીનું સુકાન સંભાળશે; ઉ.પ્ર. ચૂ઼ટણીમાં પ્રિયંકાને સુકાન અપાયું હતું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકા જાહેરસભા,મહિલા સંમેલનો સંબોધશે

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીનો પ્રયોગ કર્યો હતો, પણ ગુજરાતમાં કેટલાક સમયથી પ્રિયંકાની માગ સ્થાનિક સ્તરે નેતાઓ કરી રહ્યા છે, રાજસ્થાનમાં મળેલી ચિંતન શિબિરમાં એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ગુજરાતનું ચૂંટણીનું સુકાન રાહુલ ગાંધી જ સંભાળશે. આગામી દિવસોમાં રાહુલ ગાંધી,સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કેન્દ્રિય નેતાઓ ગુજરાતની ચૂટણીનું સુકાન સંભાળશે.

ગુજરાતમાં ચૂંટણીલક્ષી તમામ નિર્ણયો રાહુલ ગાંધી જ લેશે. સામાન્યરીતે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પ્રિયંકા ગાંધીનો પણ આગ્રહ રાખે છે,પણ કોંગ્રેસ હાલમાં કોઇ પ્રયોગ ગુજરાતમાં કરવા માગતી નથી. ઉત્તર પ્રદેશની તાસીર અલગ છે અને પરિણામ પણ અલગ મળ્યું એટલે ગુજરાતમાં કોઇ પ્રયોગ કર્યા વગર વર્ષ 2017માં જે રીતે રાહુલ ગાંધીની આગેવાનીમાં ચૂંટણી લડાઇ હતી તે રીતે ચૂંટણી લડવામાં આવશે તેમ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.

દરમિયાનમાં કોંગ્રેસના સૂત્રોના કહ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઝોનવાઇઝ બેઠક મળશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્મા હાજર રહેશે અને ચૂંટણીલક્ષી જાહેર સભાઓ સહિતનું આયોજન થશે. આ માટે રાજયના 4 ઝોનમાં તા. 19મી અને 21મી અને 22મી અને 23મી મેના રોજ બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી મોટા આયોજનોને અંતિમ સ્વરૂપ અપાશે.

અન્ય સમાચારો પણ છે...