તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાઓ મોકૂફ:GPSCની એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષા સ્થગિત, માહિતી ખાતાની પરીક્ષાઓ પણ રદ; PIની પ્રેક્ટિકલ લેવાશે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરીક્ષાની નવી તારીખો ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર જોતા રહેવા ઉમેદવારોને ભલામણ કરાઈ
  • હિસાબી અધિકારી વર્ગ-2ની કસોટી પણ હાલ પૂરતી મોકૂફ

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ રહી હોવાથી અનેક સવાલો ઉભા થયાં હતાં. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ખૂબજ વધારો થવાથી માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગની એપ્રિલ મહિનામાં લેવાનાર તમામ લેખિત પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી તારીખો પછીથી જાહેર થશે
જીપીએસસીએ જણાવ્યું છે કે, તા.11થી 30 એપ્રિલ 2021 સુધીમાં આયોગ દ્વારા જાહેર કરાયેલી તમામ પ્રાથમિક અને મુખ્ય કસોટીઓ હાલ પૂરતી મોકૂફ રાખી છે. 11 એપ્રિલે લેવાનારી હિસાબી અધિકારી વર્ગ-2ની કસોટી પણ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. પરંતુ પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2ની શારીરિક કસોટી 22થી 26 એપ્રિલ દરમિયાન લેવાશે. સ્થગિત રહેલી પરીક્ષાઓની નવી તારીખો જીપીએસસી દ્વારા કોરોના કંટ્રોલમાં આવ્યા બાદ જાહેર કરાશે. કોવિડ-19ની વધી રહેલ સંક્રમણની પરિસ્થિતિને પગલે માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની 10મી એપ્રિલે યોજાનારી પ્રિલીમનરી પરીક્ષા મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તેમજ માહિતી વિભાગની વેબસાઈટ જોતા રહેવા માટેની ઉમેદવારોને ભલામણ કરાઈ છે.

​​​​​​​આગામી 10 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષામાં પાંચ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના હતાં. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાવાની હતી. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાવાની હતી. હવે આ પરીક્ષાઓ કોરોના સંક્રમણને કારણે અનિશ્ચિત મુદ્દત સુધી મોકુફ રાખવામાં આવી છે.

GPSCના દિનેશ દાસાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું
GPSCના દિનેશ દાસાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું

દિનેશ દાસાએ ટ્વિટર પર ટ્વિટ કર્યું
GPSCના દિનેશ દાસાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવાને લીધે GPSC દ્વારા એપ્રિલમાં લેવામાં આવનાર તમાર લેખિત પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવે છે. જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછું નહીં થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં એમ કમિશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

પરીક્ષાની નવી તારીખો માટે વેબસાઈટ પર જોતા રહેવું ( ફાઈલ ફોટો)
પરીક્ષાની નવી તારીખો માટે વેબસાઈટ પર જોતા રહેવું ( ફાઈલ ફોટો)

નવી તારીખો વેબસાઈટ પર મુકાશે
વિભાગ તરફથી ઉમેદવારોને એવુ જણાવવામાં આવ્યું છે કે માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) - એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. જેની પરીક્ષા આગામી 10 એપ્રિલે યોજાવાની હતી. પરંતુ હાલમાં અન્ય સૂચના ના થાય ત્યાં સુધી મોકુફ રાખવામાં આવી છે. વિભાગે ઉમેદવારોએ નવી તારીખો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ભલામણ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો