મુલાકાત:ગાંધીનગરની NFSUમાં અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક ડો. વિવેક લાલે મુલાકાત લીધી,વિવિધ ટેકનોલોજી ક્ષેત્રે ચર્ચા થઈ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂક્લિયર ફોરેન્સિક્સ, સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ પર ચર્ચા થઇ

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક ડો. વિવેક લાલે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે ઑટોમોબાઈલ, એનર્જી સેક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, મેટાવર્સ, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ, માનવરહિત એરક્રાફ્ટ, બ્રેઈન કમ્પ્યૂટર ઈન્ટરફેસ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને પૉલિસી મેકિંગમાં ગેપ જેવી મહત્વની ટેક્નોલોજીની ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું.

યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ટેકનોલોજી અંગે વાર્તાલાપ કર્યો
અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક એવા ડો. વિવેક લાલ ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ટેકનોલોજીના વિશિષ્ટ ક્ષેત્રો તેમ જ ભારત અને USA સાથે મળીને સહયોગ કરી શકે તે અંગે વિચારણા થઈ હતી. તો NFSUના નિષ્ણાતોએ ડૉ. વિવેક લાલ સાથે ન્યૂક્લિયર ફોરેન્સિક્સ, સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ પર વિગતવાર ચર્ચા કરી હતી.

US ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ કાર્યરત
ઉલ્લેખનીય છે કે, ડો. વિવેક લાલ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. તેઓ વોશિંગ્ટન ડિસીમાં ઈન્ટરનેશનલ એડવાઈઝરી ગૃપ ઑફ કોમર્સમાં છે અને વોશિંગ્ટન ડિસીમાં US ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ કાર્ય કરી રહ્યા છે. તેમણે ફોર્ટ વર્થ, ટેક્સાસમાં આવેલા લોકહીડ માર્ટિન ખાતે એરોનોટિક્સ સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી છે.

ડો. વિવેકે સેન્ટર ઑફ એક્સલેન્સની પણ મુલાકાત
ડો. વિવેક લાલે સાયબર સિક્યોરિટી અંગેના સેન્ટર ઑફ એક્સલેન્સની પણ મુલાકાત લીધી હતી. તેમણે ઈન્ટરનેટ ઑફ થિંગ્સ અને ઓપરેશનલ ટેક્નોલોજી (OT) વર્ટિકલ્સમાં યુનિવર્સિટી દ્વારા થતા કાર્યોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કર્યા હતા.

મિલિટરી ઈન્ટેલિજન્સ શેરિંગ મુદ્દે પણ ચર્ચા કરાઈ
ઉપરાંત તેમણે ઑટોમોબાઈલ, એનર્જી સેક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, મેટાવર્સ, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ, માનવરહિત એરક્રાફ્ટ, બ્રેઈન કમ્પ્યૂટર ઈન્ટરફેસ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને પૉલિસી મેકિંગમાં ગેપ જેવી મહત્વની ટેક્નોલોજીની ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભારત યુએસએ સહયોગ માટે મિલિટરી ઈન્ટેલિજન્સ શેરિંગ તથા અનેક ક્ષેત્રો સરકાર વચ્ચેના સહકાર વિશે પણ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...