ગાંધીનગરમાં છેલ્લા ત્રણેક દિવસના ધૂપ છાવનાં માહોલ વચ્ચે આજે ઢળતી સાંજે કલોલ પંથકમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાંધીનગરમાં ત્રણ દિવસથી વાદળો ઘેરાયેલા હતા, પરંતુ વરસાદનું આગમન નહીં થતાં લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે ધીમી ધારે વરસાદ વરસતા લોકોમાં આંનદ છવાઈ જવા પામ્યો હતો. જ્યારે ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થયું હતું.
ગાંધીનગરનાં કલોલમાં આજે ઢળતી સાંજે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ત્રણેક દિવસથી વરસાદથી ગાંધીનગરમાં ધૂપ છાવનો માહોલ સર્જાયો હતો. પણ વરસાદનું આગમન નહીં થતાં નગરજનો ઉકળાટનો અનુભવ કરતા હતા. આવજે કલોલમાં વરસાદ શરૂ થતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
અસહ્ય ઉકળાટની વચ્ચે વરસાદની રાહ જોતા કલોલનાં રહીશોએ મેઘરાજાએ પધરામણીને વધાવી લીધી હતી. છેલ્લા ત્રણેક દિવસથી વાદળ છાંયો માહોલ જામ્યો હતો. વાદળો ઘેરાયાં હતા પણ વરસાદનું આગમન થતું ન હોવાથી લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. લોકો ઘણા દિવસથી વરસાદની પ્રતિક્ષા કરતા હતા.
આજે સાંજે વરસાદ વરસી જતા ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. કલોલમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદના કારણે વાહન ચાલકો ભીંજાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.