તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગરમાં આજે નવા કોરોના પોઝિટિવના 10 કેસોની સામે 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 સેન્ટરો પરથી 2950 લાભાર્થીનું ટીકાકરણ થયું

ગાંધીનગરનાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 10 કોરોના કેસોની સામે 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 2950 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં કુલ 13 કોરોના કેસોની સામે 53 દર્દી ડિસ્ચાર્જ થયા ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ અને ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે શનિવારે કોરોનાના 5 કેસો મળી આવ્યા હતા. જેની સામે 14 દર્દીઓએ કોરોના સામે જીત હાંસલ કરી લીધી હતી. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાં પણ શનિવારે 8 કોરોના કેસો સરકારી દફતરે નોંધાવવા પામ્યા હતા. અને 39 દર્દીઓને કોરોના થી મુક્તિ મળી જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગઈકાલે કુલ 13 કોરોના કેસોની સામે 53 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસોની સામે 15 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

આજે રવિવારે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 4 કેસોની સામે 15 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અને કોર્પોરેશન વિસ્તારમાં 6 કોરોના કેસોની સામે 20 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જેથી જિલ્લામાં કુલ 13 કોરોના કેસોની સામે 53 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આમ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસો તેમજ મૃત્યુ આંકમાં નોધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. અને કોરોના રિકવરી રેટ વધી રહ્યો છે.

40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી

બીજી તરફ આજે રવિવારે ગાંધીનગર જિલ્લામાં 2850 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 32 હજાર 150 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 84 હજાર 411 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કોમોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 88 હજાર 684 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 63 હજાર 173 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...