તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar Today, 14 Patients Were Discharged Against The Case Of 04 Corona, More Than Five Thousand Beneficiaries Were Vaccinated From 40 Centers.

કોરોના અપડેટ:ગાંધીનગરમાં આજે 04 કોરોના કેસની સામે 14 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, 40 સેન્ટરો પરથી પાંચ હજારથી વધું લાભાર્થીનું ટીકાકરણ થયું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 77 હજાર 485 લાભાર્થીઓ પ્રથમ ડોઝ લઇ ચૂક્યા

ગાંધીનગરનાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 04 કોરોના કેસોની સામે 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 5062 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયની જેમ આજે પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ સીંગલ ડીજીટમાં નોંધાયા છે. આજે નવા 04 કેસ સરકારી ચોપડે નોંધાયાં છે તો સારવાર લઇ રહેલાં 14 દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે.

આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 03 કેસોની સામે 6 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાંથી માત્ર 01 કોરોના કેસ સામે આવ્યો છે. જેની સામે 08 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર મળીને કુલ 04 કોરોના કેસોની સામે 14 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 5062 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોના ની રસી આપવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 77 હજાર 485 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 90 હજાર 439 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 98 હજાર 032 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 67 હજાર 120 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...